- ભારતીય રૂપિયો (Indian Rupee) શુક્રવારે શરૂઆતી વેપારમાં અમેરિકી ડોલર (USD) મજબૂત થયો
- શરૂઆતી વેપારમાં અમેરિકી ડોલર (USD)ની સામે રૂપયો 20 પૈસા તૂટ્યો
- ભારતીય રૂપિયો (Indian Rupee) અમેરિકી ડોલર (USD)ની સરખામણીમાં 74.75 પર આવ્યો
મુંબઈઃ શરૂઆતી વેપારમાં અમેરિકી ડોલર (USD)ની સરખામણીમાં રૂપિયો (Indian Rupee) 20 પૈસા તૂટ્યો છે, જે ચિંતાનો વિષય છે. અમેરિકી ચલણની તેજી (US currency rally) અને કાચા તેલની કિંમતો (Crude oil prices)માં સતત વધારો થઈ રહ્યો છે. આથી ભારતીય રૂપિયો (Indian Rupee) શુક્રવારે શરૂઆતી વેપાર દરમિયાન અમેરિકી ડોલર (USD)ની સરખામણીમાં 20 પૈસા તૂટીને 74.75 પર આવી ગયો છે.
આ પણ વાંચો- share market: સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 42 પોઈન્ટનો ઉછાળો
ઈન્ટરબેન્ક ફોરેક્સ માર્કેટ (Interbank Forex Market)માં ડોલર 74.75 પર ગગડ્યો
ઈન્ટરબેન્ક ફોરેક્સ માર્કેટ (Interbank Forex Market)માં રૂપિયો અમેરિકી ડોલર (USD)ની સરખામણીમાં 74.71 પર ખૂલ્યો હતો અને પછી 74.75 પર ગગડ્યો હતો, જે ગયા બંધ ભાવની સરખામણીમાં 20 પૈસાનો ઘટાડો દર્શાવે છે.
આ પણ વાંચો- હવે માત્ર એક સેકન્ડમાં ફિલ્મ થશે ડાઉનલોડ, Reliance AGMમાં 5G સર્વિસની જાહેરાત
ગુરૂવારે અમેરિકી ડોલર (USD)ની સરખામણીમાં રૂપિયો 74.55 પર બંધ થયો
રૂપિયો ગુરૂવારે અમેરિકી ડોલર (USD)ની સરખામણીમાં 74.55 પર બંધ થયો હતો. વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રન્ટ ક્રૂડ વાયદા (Global oil benchmark Brent crude futures) 0.05 ટકા ઘટીને 75.80 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.