આ અરજીની રજૂઆત સિનીયર વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા થઇ જે ટ્રીબ્યુનલમાં ટાટા સન્સ માટેના મુખ્ય સલાહકાર છે. જો કે, મિસ્ત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ ટાટા જૂથમાં પાછા ફરવા નથી માગતા અને કોઇ પણ વ્યક્તિ કરતાં ગૃપના હિતો વધુ મહત્વપૂર્ણ છે.
"હું એ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે, એનસીએલએટીનો આદેશ મારા પક્ષમાં હોવા છતાંય હું ટાટા સન્સના એક્ઝીક્યૂટીવ ચેરમેન સહિત ટીસીએસ, ટાટા ટેલિસર્વિસીઝ અથવા ટાટા ઇન્ડસ્ટ્રીઝનું ડાયરેક્ટર પદ ગ્રહણ કરવા ઇચ્છુક નથી. હું માઇનોરિટી શેર હોલ્ડરની હેસિયતથી મારા અધિકારોની રક્ષાના દરેક વિકલ્પો પર વિચાર કરીશ. ટાટા સમૂહમાં નિષ્પક્ષતા અને કોર્પોરેટ ગવર્નન્સનું ઉચ્ચતમ સ્તર બનાવી રાખવું મારી પ્રાથમિકતા છે. તેમાં છેલ્લા 30 વર્ષની જેમ ટાટા સન્સના બોર્ડના સભ્ય બની રહેવું પણ સામેલ છે."
છેલ્લા ત્રણ વર્ષોમાં, ટાટા જૂથના નેતૃત્વએ લઘુમતી શેરધારકોના હકોને ખૂબ ઓછું મહત્વ દર્શાવ્યું છે. હવે સમય છે કે, મેનેજમેન્ટ આત્મનિરીક્ષણ કરે અને તેની પ્રવૃત્તિઓ નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરે કારણકે આની ભવિષ્ય પર પણ અસર પડશે.
ઉલ્લેખનીય છે કે, મિસ્ત્રીને 24 ઓક્ટોબર, 2016ના રોજ ટાટા સન્સના અધ્યક્ષ તરીકે બદલવામાં આવ્યા હતા, જેના વોટિંગમાં બોર્ડના તમામ સભ્યોએ બદલીની તરફેણમાં મત આપ્યો હતો.