ETV Bharat / business

Stock Market India: ફરી એક વાર મજબૂત શરૂઆત, નિફ્ટી 17,000ને પાર

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 296.89 પોઈન્ટ (0.52 ટકા)ના વધારા સાથે 57,227.45ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 87.40 પોઈન્ટ (0.52 ટકા)ના ઉછાળા સાથે 17,042.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: ફરી એક વાર મજબૂત શરૂઆત, નિફ્ટી 17,000ને પાર
Stock Market India: ફરી એક વાર મજબૂત શરૂઆત, નિફ્ટી 17,000ને પાર
author img

By

Published : Dec 23, 2021, 9:49 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત (World Stock Market) મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 296.89 પોઈન્ટ (0.52 ટકા)ના વધારા સાથે 57,227.45ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 87.40 પોઈન્ટ (0.52 ટકા)ના ઉછાળા સાથે 17,042.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ નિફ્ટી (Nifty) 17,000 અને સેન્સેક્સ (Sensex) 57,000ને પાર પહોંચવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચોઃ Savings Tips 2021: ખર્ચા ઓછા કરી અને બચતની આદતોને વધારીને નાણાકીય ગેરવ્યવસ્થાને દૂર કરી શકાય છે

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર પીએસપી પ્રોજેક્ટ્સ (PSP Projects), ઈન્ડિયાબુલ્સ રિઅલ (Indiabulls Real), જીઈ શિપિંગ (GE Shipping), બીએસઈ (BSE), આઈનોક્સ વિન્ડ (Inox Wind), કોલ્ટે પાટિલ (Kolte Patil), સોમ ડિસ્ટેલેરિઝ (Som Distelleries), સિનેલાઈન ઈન્ડિયા (Cineline India), ગુલશન પોલી (Gulshan Poly) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચોઃ Life Insurance Claim: વીમા પોલિસી જરૂરી છે, પણ ક્લેમ કેવી રીતે લેવો તે પણ જાણવું જરૂરી છે

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન સ્ટોક માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 103 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.31 ટકાના વધારા સાથે 28,651.46ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.31 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.63 ટકાના ઉછાળા સાથે 17,938.55ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. સાથે જ હેંગસેંગ 0.54 ટકાના વધારા સાથે 23,226.52ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.32 ટકા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.18 ટકાના વધારા સાથે 3,629.17ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.