અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Stock Exchange) 104.67 પોઈન્ટ (0.18 ટકા)ના ઘટાડા સાથે 57,892.01ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 17.60 પોઈન્ટ (0.10 ટકા) તૂટીને 17,304.60ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર
ઉડાન કંપની IPO લાવવાની યોજનામાં
બિઝનેસ ટૂ બિઝનેસ ઈકોમર્સ ફર્મ ઉડાન કંપની વર્ષ 2023 સુધી પોતાનો IPO (Business to business ecommerce firm flight company IPO) લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ જણાવ્યું હતું કે, મેં 2023 સુધી કંપની IPO લોન્ચ કરવાની (Business to business ecommerce firm flight company IPO) યોજનામાં છે. છેલ્લા 100-120 દિવસમાં તેમનો ગ્રોસ માર્જિન બમણો થઈ ગયો છે. તેમણે કહ્યું હતું કે, શરૂઆતના 3-4 વર્ષમાં વિસ્તાર જોવા મળ્યો હતો. હવે છેલ્લા 3 ક્વાર્ટરથી અમે પોતાના યુનિટ ઈકોનોમિક્સ પર ધ્યાન આપી રહ્યા છીએ.
આ પણ વાંચો- RBI MPC Meeting 2022: RBIએ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ સતત 10મી વખત 4 ટકા પર યથાવત્
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, ટાટા કન્સ્ટ. પ્રોડ (Tata Cons. Prod) 2.76 ટકા, એચડીએફસી (HDFC) 2.03 ટકા, ઓએનજીસી (ONGC) 1.90 ટકા, રિલાયન્સ (Reliance) 1.27 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.07 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરની વાત કરીએ તો, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -1.85 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.79 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -1.79 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -1.30 ટકા, યુપીએલ (UPL) -1.19 ટકા ગગડ્યા છે.