અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 156.65 પોઈન્ટ (0.27 ટકા)ના વધારા સાથે 57,777.84ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 54.45 પોઈન્ટ (0.32 ટકા)ની મજબૂતી સાથે 17,282.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Home Loan EMIs: જો તમે હોમ લોનના હપ્તા ચૂકી ગયા છો તો કઈ રીતે મેનેજ કરવું, જાણો
આ સ્ટોક્સમાં રોકાણથી થશે ફાયદો
હિન્દલ્કો (Hindalco), નાલ્કો (Nalco), જેએસપીએલ (JSPL), ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ ઓફ ઈન્ડિયા (Tube Investments of India), એમ એમ ફોરગિંગ્સ (MM Forgings), ટીસીપીએલ પેકેજિંગ (TCPL Packaging), કેસ્ટ્રોલ (Castrol), પંજાબ એન્ડ સિંધ બેન્ક (Punjab and Sind Bank) જેવા સ્ટોક્સમાં રોકાણ કરશો તો ફાયદો થશે.
આ પણ વાંચો- કોવિડ પછી નવી વિશ્વ વ્યવસ્થાની સંભાવના, ભારતીય અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે : PM મોદી
વૈશ્વિક બજારની સ્થિતિ
આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 12.50 પોઈન્ટ વધ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.43 ટકાના વધારા સાથે 27,365.46ની આસપાસ વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.49 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.69 ટકાના ઉછાળા સાથે 18,023.47ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.99 ટકાના ઘટાડા સાથે 24,335.99ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 0.92 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.27 ટકાના વધારા સાથે 3,420.27ની આસપાસ જોવા મળી રહ્યો છે.