અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 354.43 પોઈન્ટ (0.61 ટકા)ના ઉછાળા સાથે 58,163.01ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 103.35 પોઈન્ટ (0.60 ટકા)ના વધારા સાથે 17,370.10ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Improve Credit Score: જો તમારે ક્રેડિટ સ્કોર સુધારવો છે?, તો આટલું કરો...
વૈશ્વિક બજાર પર નજર
આજે એશિયન બજારમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 69 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.90 ટકાના વધારા સાથે 27,530.82ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.11 ટકાના વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.43 18,043.81ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 1.70 ટકાના વધારા સાથે 24,741.92ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ સાથે જ કોસ્પીમાં 0.53 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.15 ટકાના વધારા સાથે 3,457.88ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો જકાર્તા કોમ્પોઝિટમાં 0.20 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો- Home Loan EMIs: જો તમે હોમ લોનના હપ્તા ચૂકી ગયા છો તો કઈ રીતે મેનેજ કરવું, જાણો
આજે આ શેર રહેશે ચર્ચામાં
આજે દિવસભર ભારતી એરટેલ (Bharti Airtel), કોલ્ટો પાટિલ ડેવલોપર્સ (Kolte Patil Developers), એસ્ટ્રાઝેનેકા ફાર્મા (AstraZaneca Pharma), ઈન્દ્રપ્રસ્થ ગેસ (Indraprasth Gas), યસ બેન્ક (YES Bank), રૂપા એન્ડ કંપની (Rupa and Company), ટાટા પાવર (Tata Power) જેવા શેર ચર્ચામાં રહેશે.