ETV Bharat / business

Stock Market India: સતત બીજા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 53,000ની નીચે - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 85.71 પોઈન્ટ (0.16 ટકા)ના ઘટાડા સાથે 52,757.04ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 33.20 પોઈન્ટ (0.21 ટકા) તૂટીને 15,830ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: સતત બીજા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 53,000ની નીચે

author img

By

Published : Mar 8, 2022, 9:46 AM IST

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 85.71 પોઈન્ટ (0.16 ટકા)ના ઘટાડા સાથે 52,757.04ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 33.20 પોઈન્ટ (0.21 ટકા) તૂટીને 15,830ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Impact of Russia Ukraine War: વૈશ્વિક માર્કેટમાં સોનું પણ થયું મોંઘું

આજે આ શેર ચર્ચામાં રહેશે

આજે દિવસભર સૌથી વધુ અદાણી પોર્ટ્સ (Adani Ports), વિપ્રો (Wipro), અમી ઓર્ગેનિક્સ (Ami Organics), વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (Vijaya Diagnostic Centre), નેટકો ફાર્મા (Natco Pharma), મેટ્રો બ્રાન્ડ્સ (Metro Brands), એનએલસી ઈન્ડિયા (NLC India), કેસીએલ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ (KCL Infra Projects) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- યુક્રેન સંકટ વચ્ચે સરકાર LICનો IPO મુલતવી રાખી શકે છે: નિષ્ણાતો

વૈશ્વિક બજાર પર નજર

આજે એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 117.50 પોઈન્ટ ઘટતો જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.31 ટકાના ઘટાડા સાથે 25,143.52ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.40 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ સિવાય હેંગસેંગ ફ્લેટ વેપાર કરી રહ્યો છે. તો કોસ્પીમાં 0.82 ટકાના ઘટાડા સાથે 2,631.84ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટમાં 1.16 ટકાના ઘટાડા સાથે 3,333.74ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.