ETV Bharat / business

Stock Market India: 2 દિવસ પછી શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 332 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 332.26 પોઈન્ટ (0.58 ટકા)ના વધારા સાથે 57,632.94ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 100.35 પોઈન્ટ (0.59 ટકા)ના ઉછાળા સાથે 17,192.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: 2 દિવસ પછી શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 332 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: 2 દિવસ પછી શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 332 પોઈન્ટ ઉછળ્યો
author img

By

Published : Feb 23, 2022, 9:42 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 332.26 પોઈન્ટ (0.58 ટકા)ના વધારા સાથે 57,632.94ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 100.35 પોઈન્ટ (0.59 ટકા)ના ઉછાળા સાથે 17,192.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Diamond Market surat: યુક્રેન અને રશિયાની તંગદિલીથી ડાયમંડ માર્કેટમાં મંદીનો માહોલ

આજે આ શેર ચર્ચામાં રહેશે

આજે દિવસભર સૌથી વધુ ક્રોમ્પટન કન્ઝ્યૂમર (Crompton Consumer), હીરો મોટો (Hero Moto), સન ફાર્મા (Sun Pharma), મેટ્રોપોલીસ હેલ્થ (Metropolis Health), થાયરોકેર (Thyrocare), ટાટા પાવર (Tata Power), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon), એસઆઈએસ (SIS) જેવા શેર સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Investment Planning of Cryptocurrency: જાણી લો, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દા..

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 93 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. તો જાપાનનું નિક્કેઈ આજે બંધ છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.70 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 0.35 ટકાના ઉછાળા સાથે 18,031.84ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.54 ટકાના વધારા સાથે 23,646.95ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે કોસ્પીમાં 0.19 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.30 ટકાના વધારા સાથે 3,467.39ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.