નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) પ્રી-બજેટ પરામર્શના ભાગરૂપે આજે ગુરુવારે રાજ્યોના નાણા પ્રધાનો સાથે પ્રી-બજેટ બેઠક કરશે. મળતી માહીતી મુજબ આ બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે, અગાઉની મીટીંગોથી વિપરીત, આ મીટીંગ વન ટુ વન હશે.
સીતારમણનું ચોથું બજેટ હશે.
નાણા પ્રધાન બજેટની તૈયારીઓ સંદર્ભે વિવિધ હિતધારકો સાથે બેઠકો કરી રહ્યા છે. આ બેઠક તે સાંકળનો એક ભાગ છે. સીતારમણ સંભવતઃ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારનો આ બીજો કાર્યકાળ અને સીતારમણનું ચોથું બજેટ હશે.
15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે આઠ બેઠકો યોજાઈ
સીતારમણે અત્યાર સુધી ઉદ્યોગ, નાણાકીય ક્ષેત્રની કંપનીઓ, ટ્રેડ યુનિયનો, કૃષિ નિષ્ણાતો અને અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠકો કરી છે. આ બેઠકોમાં ઈન્કમ ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવા, ડિજિટલ સેવાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા અને હાઈડ્રોજન સ્ટોરેજને પ્રોત્સાહન આપવા જેવા સૂચનો કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે જાહેર કરાયેલા નાણા મંત્રાલયના નિવેદન અનુસાર 15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે આવી આઠ બેઠકો યોજાઈ છે.
આ પણ વાંચો: લોકસભામાં નાણાંપ્રધાન સીતારમણનો જવાબ, કહ્યું- નીતિઓ પર આધારિત છે બજેટ
આ પણ વાંચો: MSME એ ભારતનું બેકબોર્ન છેઃ નિર્મલા સીતારમણ