અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 833 પોઈન્ટ (1.5 ટકા)ના વધારા સાથે 57,650ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 235 પોઈન્ટ (1.4 ટકા)ના ઉછાળા સાથે 17,213ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- Old Pension Scheme : જૂની પેન્શન યોજના પર પાછા ફરવાનો પ્રસ્તાવ નથી : કેન્દ્ર
વૈશ્વિક બજાર પર નજર - ફેડના વ્યાજ વધવાના કારણે વૈશ્વિક બજારમાં જોશ આવ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty)માં 300 પોઈન્ટ જેટલો ઉછાળો આવ્યો છે. તો એશિયામાં હરિયાળી છે. જોકે, ગઈકાલના વેપારમાં અમેરિકામાં ડાઉ જોન્સ 500 પોઈન્ટથી વધારે ભાગ્યો હતો. તો નેસડેક પણ 4 ટકા ઉછળ્યો છે.
આ પણ વાંચો- રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીની ઓફર પર અમેરિકાએ કહ્યું- ઈતિહાસ ભારતને ખોટી બાજુએ મૂકી દેશે
આ શેર રહેશે ચર્ચામાં - આજે દિવસભર સૌથી વધુ બીઈએમએલ (BEML), જ્યુફિક બાયોસાયન્સીઝ (Gufic Biosciences), સતીન ક્રેડિટકેર નેટવર્ક (Satin Creditcare Network), યશો ઈન્ડસ્ટ્રીઝ (Yasho Industries), ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ (Indiabulls Housing Finance), ઓમ ઇન્ફ્રા (OM Infra), કોસ્ટલ કોર્પોરેશન (Coastal Corporation), ઓઇલ ઇન્ડિયા (Oil India) જેવા શેર ચર્ચામાં રહેશે.