ETV Bharat / business

આજે ખૂબ જ સામાન્ય વધારા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ માત્ર 4.89 પોઈન્ટ ઉછળ્યો - મિડ કેપ ઈન્ડેક્સ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) શેર બજાર (Share Market) સપાટ બંધ થયું છે. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 4.89 પોઈન્ટ (0.01 ટકા)ના વધારા સાથે 55,949.10ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 2.25 પોઈન્ટ (0.01 ટકા)ના સામાન્ય વધારા સાથે 16,636.90ના સ્તર પર બંધ થયો છે.

આજે ખૂબ જ સામાન્ય વધારા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ માત્ર 4.89 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Aug 26, 2021, 4:12 PM IST

  • નબળાઈ સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) સામાન્ય વધારા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 4.89 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 2.25 પોઈન્ટના સામાન્ય વધારા સાથે બંધ થયો
  • બેન્ક નિફ્ટી (Bank Nifty) 31 પોઈન્ટ વધીને 35,618ના સ્તર પર બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ હતી. ત્યારે આજે દિવસભરની ઉથલપાથલ પછી શેર બજાર સપાટ બંધ થયું છે. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 4.89 પોઈન્ટ (0.01 ટકા)ના વધારા સાથે 55,949.10ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 2.25 પોઈન્ટ (0.01 ટકા)ના સામાન્ય વધારા સાથે 16,636.90ના સ્તર પર બંધ થયો છે. તો બેન્ક નિફ્ટી (Bank Nifty) 31 પોઈન્ટ વધીને 35,618ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજના વેપારમાં મિડ અને સ્મોલકેપ શેર્સમાં પણ ઉછાળો આવ્યો છે. તો બીએસઈ (BSE)નો મિડ કેપ ઈન્ડેક્સ 0.30 ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 0.31 ટકાના વધારા સાથે બંધ થયો છે.

આ પણ વાંચોઃ મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

શેર બજારમાં આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, બ્રિટેનિયા (Britannia) 2.40 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડક્શન (TATA Construction Production) 2.15 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.78 ટકા, બીપીસીએલ (BPCL) 1.48 ટકા, રિલાયન્સ (Reliance) 1.24 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers) વાત કરીએ તો, ભારતી એરટેલ (Bharti Airtel) -4.42 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -1.94 ટકા, મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) -1.66 ટકા, હિન્દલકો (Hindalco) -1.57 ટકા, એસબીઆઈ (SBI) -1.49 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃ Petrol-Dieselની કિંમતમાં આજે કોઈ ફેરફાર નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?

આજે એફલ ઈન્ડિયા (Affle India)ના શેર્સમાં ઉછાળો થયો

તો આજે એફલ ઈન્ડિયા (Affle India)ના શેર્સમાં 5 ટકાનો અપર સર્કિટ લાગ્યો છે. આના શેર બુધવારના બંધ ભાવથી 5 ટકા એટલે કે 197.85 રૂપિયા ઉછળીને 4,155.60 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. આ પહેલા કંપનીના બોર્ડે આના શેર્સને સ્પ્લિટ કરવાની મંજૂરી આપી હતી. આની અસર આજે શેર્સ પર જોવા મળી રહી છે. એફલ ઈન્ડિયા (Affle India)ના બોર્ડે આજે શેર્સને 1:5ના ગુણોત્તરમાં વિતરણ કરવાની મંજૂરી આપી દીધી છે. શેર સસ્તા થવાથી વધુ લોકો તેમાં રોકાણ કરશે અને ટ્રેડિંગ વેલ્યુ વધશે. કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, બોર્ડે 10 રૂપિયા ફેસ વેલ્યુવાળા શેર્સને 2 રૂપિયા ફેસ વેલ્યુવાળા 5 શેરમાં વિતરણની મંજૂરી આપી છે. સ્ટોક સ્પ્લિટ માટે રિકોર્ડ ડેટ 8 ઓક્ટોબરે થશે.

આજે ખૂબ જ સામાન્ય વધારા સાથે બંધ થયું Share Market

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.