મુંબઇ: રિલાયન્સે વિટાલિક હેલ્થ અને તેની સહાયક કંપનીઓમાં 60 ટકા હિસ્સો લીધો છે, જેને સામૂહિક રીતે નેટમેડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે, ઓનલાઇન ફાર્મસી વ્યવસાયમાં જબરદસ્ત સ્પર્ધા શરૂ થવા જઈ રહી છે કારણ કે એમેઝોને પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓનલાઇન ફાર્મસી કંપની નેટમેડ્સમાં 620 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સે વિટાલિક હેલ્થ અને તેની સહાયક કંપનીઓમાં 60 ટકા હિસ્સો લીધો છે, જેને સામૂહિક રીતે નેટમેડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે દેશના ઓનલાઇન ફાર્મસી વ્યવસાયમાં જબરદસ્ત સ્પર્ધા શરૂ થવા જઈ રહી છે, જ્યાં એમેઝોન પ્રવેશ કર્યો છે અને ફ્લિપકાર્ટ પણ તેમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહ્યું છે.
એક કરાર આધારિત રિલાયન્સે વિટાલિકમાં 60 ટકા ઇક્વિટી હોલ્ડિંગ લીધા છે. જ્યારે તેની સહાયક કંપનીઓ ટ્રેસરા હેલ્થ, નેટમેડ્સ માર્કેટ પ્લસ અને દાધા ફાર્મા ડિસ્ટ્રિબ્યુશનમાં 100 ટકા હિસ્સો મળશે. એક નિવેદનમાં રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઇશા અંબાણીએ કહ્યું કે, આ રોકાણ અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. જેમાં અમે ભારતમાં દરેક વ્યક્તિને ડિજિટલ પ્રવેશ વિશે વાત કરી છે.
ઇશા અંબાણીએ કહ્યું કે, નેટમેડ્સના સાથે રિલાયન્સ રિટેલ સારી ગુણવત્તા અને સસ્તા હેલ્થકેર ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરી શકશે. ખૂબ જ ઓછા સમયમાં નેટમેડ્સે દેશવ્યાપી ડિજિટલ ફ્રેન્ચાઇઝી વિકસાવી છે, જેનાથી અમે પ્રભાવિત થયા છીએ.
નોંધનીય છે કે, છેલ્લા અઠવાડિયામાં જ મલ્ટિનેશનલ ઇ-કોમર્સ કંપની એમેઝોન પણ ઓનલાઇન ફાર્મસી બિઝનેસમાં પ્રવેશ કરી ચુકી છે. કંપનીએ બેંગ્લુરુથી ઇ-ફાર્મસી સેવા શરૂ કરી હતી.