ETV Bharat / business

Petrol-Dieselની કિંમત આજે સતત બીજા દિવસે સ્થિર, કાચા તેલમાં જોવા મળી તેજી - ઇન્ડિયન ઓઈલ

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી સામાન્ય પ્રજાની હાલત કફોડી બની છે. છેલ્લા કેટલાક દિવસોથી કાચા તેલની કિંમત પણ વધી રહી છે, પરંતુ પેટ્રોલ-ડીઝલ પર તેની અસર જોવા નથી મળી. ઉલટાનું ઓગસ્ટ મહિનાથી બંનેની કિંમતોમાં ઘણો ઘટાડો થયો છે.

Petrol-Dieselની કિંમત આજે સતત બીજા દિવસે સ્થિર, કાચા તેલમાં જોવા મળી તેજી

author img

By

Published : Sep 7, 2021, 10:25 AM IST

  • આજે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price) સ્થિર
  • આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો
  • ઓગસ્ટના પહેલા 2 સપ્તાહમાં બ્રેન્ડ ક્રુડમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો

નવી દિલ્હીઃ દેશમાં આજે (7 સપ્ટેમ્બરે) ઈંધણ તેલની કિંમત સતત બીજા દિવસે પણ સ્થિર છે. આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા રવિવારે બંને ઈંધણમાં 15-15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધી છે, પરંતુ તેની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં નથી પડી. ઉલટાનું ઓગસ્ટમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી છે.

આ પણ વાંચો- મોદી સરકારે બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા આપી મંજૂરી

ડીઝલ અત્યાર સુધી 1.25 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થયું

આપને જણાવીએ કે, ઓગસ્ટના પહેલા 2 સપ્તાહમાં બ્રેન્ડ ક્રુડમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરીથી આ કિંમતમાં મજબૂતી જોવા મળી છે. છેલ્લા વેપારી સત્રમાં બ્રેન્ટ ક્રુડ 0.80 ટકાના વધારા સાથે 72.03 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો. ઘરેલુ બજારની વાત કરીએ તો, 18 ઓગસ્ટ પછી અત્યાર સુધી ડીઝલ 1.25 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો- આજે સામાન્ય વધારા સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 17,300ને પાર

જુઓ કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમત શું છે?

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત97.9295.37
દિલ્હી101.1988.62
મુંબઈ107.2696.19
કોલકાતા101.6291.71
ચેન્નઈ98.9693.26
બેંગલુરુ104.7094.04
ભોપાલ109.6397.43
લખનઉ98.3089.02
પટના103.8994.55
ચંદીગઢ97.4088.35

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.