- સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વ્યક્તિગત રીતે નિરાશ પરંતુ અંતરાત્મા સ્પષ્ટ-મિસ્ત્રી
- ટાટા જૂથ સાથે લાંબા સમયથી ચાલતી કાનૂની લડત હારી ગયા
- જૂથ માટે જે દિશા પસંદ કરી તેની પાછળ કોઈ ખરાબ હેતુ નથી
મુંબઇ : ટાટા જૂથના પૂર્વ અધ્યક્ષ સાયરસ પી. મિસ્ત્રીએ મંગળવારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તેઓ વ્યક્તિગત રીતે નિરાશ છે, પરંતુ તેમનો અંતરાત્મા સ્પષ્ટ છે. મિસ્ત્રી સુપ્રીમ કોર્ટમાં ટાટા જૂથ સાથે લાંબા સમયથી ચાલતી કાનૂની લડત હારી ગયા છે.
મીઠાથી લઇને સોફ્ટવેર ક્ષેત્રે કાર્યરત ટાટા ઉદ્યોગ જૂથના અધ્યક્ષ હતા
મિસ્ત્રીએ ગઇકાલે મંગળવારે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ હજી પણ માને છે કે તેમણે જૂથ માટે જે દિશા પસંદ કરી છે તે દ્રૃઢ વિશ્વાસ પર આધારિત છે અને તેની પાછળ કોઈ ખરાબ હેતુ નથી. મિસ્ત્રી 27 ડિસેમ્બર, 2012થી 24 ઓક્ટોબર, 2016 સુધી મીઠાથી લઇને સોફ્ટવેર ક્ષેત્રે કાર્યરત ટાટા ઉદ્યોગ જૂથના અધ્યક્ષ હતા. કેટલીક આંતરિક તકરાર વચ્ચે તેને ડિરેક્ટર બોર્ડ દ્વારા બહાર કાઢી લેવામાં આલ્યા હતા.
સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કાર્ય કર્યું હતું-મિસ્ત્રી
મિસ્ત્રીએ કહ્યું કે, મારી અંતરાત્મા સાફ છે. તેણે કહ્યું, 'મારી પાસે ઘણી ખામીઓ હોઈ શકે છે, પરંતુ જૂથ માટે મેં જે દિશા પસંદ કરી હતી, તેના વિશે મને કોઈ શંકા નથી. મેં સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કાર્ય કર્યું હતું. જો કે, તેણે જૂથની તેમની 18.37 ટકા હિસ્સો પાછો ખેંચવાની આગળની ચાલનો ઉલ્લેખ કર્યો નથી.
આ પણ વાંચો : NCLATના આદેશ વિરુદ્ધ મિસ્ત્રી જૂથની અરજી પર ટાટા સન્સને કોર્ટની નોટિસ
ટાટા જૂથના અધ્યક્ષ બનવાની તક આપવામાં આપી તે આભારી છું
મિસ્ત્રીએ કહ્યું કે, જૂથમાં લઘુમતી શેરહોલ્ડર હોવાને કારણે આ નિર્ણયથી હું નિરાશ છું. જોકે, તે જ સમયે તેમણે કહ્યું કે, તેમને ટાટા જૂથના અધ્યક્ષ બનવાની તક આપવામાં આપી હતી, જેના માટે તે આભારી છું. તેમણે તેમની ટીમના સભ્યોનો આભાર માન્યો અને કહ્યું કે, તેમને આ પ્રખ્યાત સંસ્થાના અધ્યક્ષ બનવાની તક મળી છે, જેના માટે તે આભારી છે.
આ પણ વાંચો : સુરતનું આશાપુરા મંદિર સાઈરસ મિસ્ત્રી માટે આસ્થાનું કેન્દ્ર
શેરહોલ્ડરોના અભિપ્રાયો વ્યૂહરચના અને ક્રિયામાં જોડાયેલી
મિસ્ત્રીએ કહ્યું કે, પ્રથમ દિવસથી જ તેમણે ખાતરી કરવાની કોશિશ કરી કે નિર્ણયની પ્રક્રિયા અને વ્યવસાયનું સંચાલન મંડળ સંચાલિત મજબૂત સિસ્ટમ હેઠળ થાય. કારણ કે, આ નિર્ણયો કોઈ એક વ્યક્તિ કરતા મોટા હોય છે. મેં એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે, ડિરેક્ટરના વિવિધ બોર્ડના ડિરેક્ટર કોઈપણ ડર અને તરફેણ વિના તેમની ફરજો નિભાવે તથા ખાતરી કરી કે, શેરહોલ્ડરોના અભિપ્રાયો વ્યૂહરચના અને ક્રિયામાં જોડાયેલી છે.
26 માર્ચે NCLTના મિસ્ત્રીને ટાટા જૂથના અધ્યક્ષપદેથી ફરીથી સ્થાપિત કરવાના નિર્ણય લીધો
સુપ્રીમ કોર્ટે 26 માર્ચે રાષ્ટ્રીય કંપની લો અપીલ ટ્રિબ્યુનલ (NCLT)ના મિસ્ત્રીને ટાટા જૂથના અધ્યક્ષપદેથી ફરીથી સ્થાપિત કરવાના નિર્ણયને ફગાવી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે આ પહેલા 10 જાન્યુઆરી 2020ના રોજ ટાટા જૂથને વચગાળાની રાહત આપી હતી. 18 ડિસેમ્બર, 2019ના રોજ મિસ્ત્રીને ફરીથી સ્થાપિત કરવાના NCLTના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.