ન્યુ દીલ્હી : એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ સતત ત્રીજા વર્ષે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. ફોર્બ્સે જાહેર કરેલી અબજોપતિઓની 2020ની લિસ્ટ મુજબ ગયા વર્ષે તેમની કુલ સંપત્તિ 113 અબજ ડોલર હતી. ઝૂમના સ્થાપકો પણ આ લિસ્ટમાં સ્થાન બનાવવામાં કામયાબ થયા છે. રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.
મુકેશ અંબાણી 21માં સ્થાને છે
અંદાજીત 36.8 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે મુકેશ અંબાણી, ફોર્બ્સની વૈશ્વિક લિસ્ટમાં 21માં ક્રમે છે, જોકે હવે તેમની સંપત્તિ 45 અબજ ડોલરની નજીક પહોંચી ગઈ છે. ભારતની આ યાદીમાં અન્ય આંકડા શેરબજારના દિગ્ગજો છે. ડીમાર્ટના સ્થાપક અને ઉદ્યોગપતિ રાધાકૃષ્ણ દમાણી 78માં ક્રમે છે. આ ઉપરાંત ભારતના એચસીએલના સ્થાપક શિવ નાદર 103માં, ઉદય કોટક 129માં અને સુનિલ ભારતી મિત્તલ આ વૈશ્વિક યાદીમાં 157માં સ્થાને છે.
આ છે ભારતના ટોપ 5
ફોર્બ્સની લિસ્ટ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. જો કે, તેમની સંપત્તિ એક વર્ષ પહેલાની તુલનામાં 13.2 અબજ ઘટી છે.
શેરબજારના દિગ્ગજ નેતા રાધાકૃષ્ણ દમાનીએ ભારતમાં બીજા સ્થાને સ્થાન મેળવ્યું છે, જેની કુલ સંપત્તિ 13.8 અબજ છે. એચસીએલના સ્થાપક શિવ નાદર 11.9 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે, કોટક મહિન્દ્રા ગ્રુપના ઉદય કોટક 10.4 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા અને ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની 8.9 અબજ ડોલરની સંપત્તિ સાથે પાંચમાં સ્થાને છે.