નવી દિલ્હીઃ લગભગ 44 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે મુકેશ અંબાણી ફોર્બ્સની વૈશ્વિક સૂચિમાં 21મા ક્રમે છે, જો કે, હવે તેમની સંપત્તિ 45 અબજ ડોલરની નજીક પહોંચી ગઈ છે. ભારતની આ યાદીમાં અન્ય આંકડા શેરબજારના દિગ્ગજો છે. ડીમાર્ટના સ્થાપક અને ઉદ્યોગપતિ રાધાકૃષ્ણ દમાણી 78મા ક્રમે છે. આ ઉપરાંત ભારતના એચસીએલના સ્થાપક શિવ નાદાર 103મા, ઉદય કોટક 129મા અને સુનિલ ભારતી મિત્તલ આ વૈશ્વિક યાદીમાં 157મા સ્થાને છે.
કોરોના વાયરસના પગલે વૈશ્વિક અર્થતંત્રને ભારે અસર થઇ છે, જેની અસર ભારતીય બજારોમાં પણ અસર જોવા મળી છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે, જો કે, આ ઘટાડાથી વધારે ફર્ક પડ્યો નથી, જ્યારે અદાણી, શિવ નાદર અને ઉદય કોટક જેવા ઉદ્યોગકારોને વિશ્વના ધનિકની 100 ટોચની યાદીમાંથી બહાર થઈ ગયાં છે.
કોરોના લોકડાઉનને કારણે આ ઉદ્યોગકારોની સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યાં એક માત્ર ઉદ્યોગપતિ છે, જેમની સંપત્તિ વધી રહી છે. મુકેશ અંબાણીની સંપતિ એટલા માટે વધી રહી છે કે, કંપની એવન્યુ સુપરમાર્કેટ જીવન જરૂરિયાત પર આધારિત છે, જેથી રોજિંદા વસ્તુઓ પ્રદાન કરવાથી અંબાણીને વધારે નુકશાન થયું નથી. ભારતમાં છેલ્લા ત્રણ અઠવાડિયાના લોકડાઉન દરમિયાન કંપની વેચાણ ઝડપથી વધ્યું છે.
એક રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણી જે પહેલા વિશ્વના અમીરોની યાદીમાં 9માં સ્થાને હતા, હવે ટોપ-10ની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં વીતેલા બે મહિનામાં 28 ટકાનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન મુકેશ અંબાણીની સંપત્તિ 19 અબજ ડોલર ઘટતા તેમની નેટવર્થ 48 અબજ ડોલર થઇ હતી.
વિશ્વના ટોચના 100 અમીરોની યાદીમાં અગાઉ અદાણી ગ્રુપના ગૌતમ અદાની, HCL ટેક્નોલોજીસના શિવ નાદાર અને કોટક બેન્કના ઉદય કોટકનો સમાવેશ થતો હતો, પરંતુ પાછલા બે મહિનામાં કોરોનાના કારણે જે પરિસ્થિતિ ઉભી થઇ છે, જેેના કારણે આ ત્રણેયના નામ ટોપ-100માંથી બહાર નીકળી ગયા છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં 6 અબજ ડોલર, શિવ નાદાર 5 અબજ ડોલર અને ઉદય કોટકની વેલ્થમાં 4 અબજ ડોલરનું ધોવાણ થયું છે.