ETV Bharat / business

Last Day of Share Market: શેર બજારની પોઝિટિવ શરૂઆત, નિફ્ટી 15,900ને પાર - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેર બજારની શરૂઆત પોઝિટિવ રીતે થઈ છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ પર ઉંચાઈ બનાવી છે. સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 23.68 પોઈન્ટ (0.04 ટકા)ના વધારા સાથે 53,182.53ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 25 પોઈન્ટ (0.16 ટકા)ના ઉછાળા સાથે 15,949.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Last Day of Share Market: શેર બજારની પોઝિટિવ શરૂઆત, નિફ્ટી 15,900ને પાર

author img

By

Published : Jul 16, 2021, 10:08 AM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે પણ વૈશ્વિક સંકેત નબળા મળ્યા
  • આજે શેર બજારની પોઝિટિવ શરૂઆત થઈ
  • સેન્સેક્સ (Sensex)માં 23.68 તો નિફ્ટી (Nifty)માં 25 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેર બજારની શરૂઆત પોઝિટિવ રીતે થઈ છે. આજે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટીએ (Nifty) નવા રેકોર્ડ (New Record) પર ઉંચાઈ બનાવી છે. સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 23.68 પોઈન્ટ (0.04 ટકા)ના વધારા સાથે 53,182.53ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 25 પોઈન્ટ (0.16 ટકા)ના ઉછાળા સાથે 15,949.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- માત્ર 499 રૂપિયામાં શરૂ થશે Ola Electric Scooterનું બુકિંગ, 1 લાખ રૂપિયાથી શરૂ થશે કિંમત

આજે આ શેર સૌથી વધુ ઉચકાશે

આમ તો શેર બજારની શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ છે. તેમ છતાં આજે દિવસભર વિપ્રો (Wipro),બીઈએમએલ (BEML), એવિએશન શેર (Aviation Share), ઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma), સાયન્ટ (Cyient) જેવા શેર્સ પર તમામ રોકાણકારોની નજર રહેશે અને આ શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Gold Price Today: આજે સોનાના ભાવમાં 7,921નો ઘટાડો

સપ્તાહના છેલ્લા દિવસે પણ વૈશ્વિક બજાર (Global Market)માં નબળાઈ

વૈશ્વિક બજાર (Global Market)ની વાત કરીએ તો, સપ્તાહના છેલ્લા દિવસે વૈશ્વિક બજારમાં (Global Market) નબળાઈ જોવા મળી રહી છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) ગગડ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 35.50 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.13 ટકાના ઘટાડા સાથે 27,960.13ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.18 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તાઈવાનનું બજાર 0.88 ટકાના ઘટાડા સાથે 17,875.62ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.27 ટકાના ઘટાડા સાથે 27,921.86ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.57 ટકાનો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.28 ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.