ETV Bharat / business

GSTમાં પેટ્રોલ-ડીઝલને કરવામાં આવી શકે છે સામેલ, 17 સપ્ટેમ્બરના કાઉન્સિલની બેઠક - 17 સપ્ટેમ્બરના કાઉન્સિલની બેઠક

GST કાઉન્સિલની 17 સપ્ટેમ્બરના બેઠક થશે. જાણકારી પ્રમાણે બેઠરમાં પેટ્રોલ, ડીઝલને GSTમાં લાવવા પર વિચારણા થઈ શકે છે. નાણા પ્રધાન નિર્મળા સીતારમણની આગેવાનીવાળી GST કાઉન્સિલમાં રાજ્યોના નાણા મંત્રી પણ સામેલ થશે. કાઉન્સિલની બેઠક શુક્રવારના લખનૌમાં થઈ રહી છે.

GSTમાં પેટ્રોલ-ડીઝલને કરવામાં આવી શકે છે સામેલ,

author img

By

Published : Sep 15, 2021, 3:36 PM IST

  • GST કાઉન્સિલની 17 સપ્ટેમ્બરના બેઠક
  • નિર્મલા સીતારમણની આગેવાનીમાં લખનૌમાં મળશે બેઠક
  • પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા પર વિચારણા થઈ શકે છે

નવી દિલ્હી: GST કાઉન્સિલની 17 સપ્ટેમ્બરના થનારી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા પર વિચાર થઈ શકે છે. આ એક એવું પગલું હશે જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મહેસૂલી મોરચે જબરદસ્ત 'સમાધાન' કરવું પડશે. કેન્દ્ર અને રાજ્યો બંનેને આ પ્રોડક્ટ્સ પર ટેક્સ દ્વારા મોટી આવક મળે છે.

લખનૌમાં GST કાઉન્સિલની બેઠક થશે

નાણા પ્રધાન નિર્મલા સીતારમણવાળી GST કાઉન્સિલમાં રાજ્યોના નાણા પ્રધાન પણ સામેલ છે. કાઉન્સિલની બેઠક શુક્રવારના લખનૌમાં થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકમાં કોવિડ-19થી જોડાયેલી સામગ્ર પર કર રાહતની સમયમર્યાદાને પણ આગળ વધારવામાં આવી શકે છે. દેશમાં અત્યારે વાહન ઈંધણના ભાવ રેકૉર્ડતોડ ઊંચાઈ પર છે. આવામાં પેટ્રોલ અને ડીઝલ ઈંધણ સંબંધિત લાગતા ટેક્સના પ્રભાવને ખત્મ કરવા માટે આ મહત્વનું પગલું ઉઠાવવામાં આવી શકે છે. વર્તમાનમાં રાજ્યો દ્વારા પેટ્રોલ, ડીઝલના ઉત્પાદન ખર્ચ પર વેટ નથી લાગતો, પરંતુ આ પહેલા કેન્દ્ર દ્વારા તેના ઉત્પાદન પર એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવે છે, ત્યારબાદ રાજ્યો તેના પર વેટ વસૂલ કરે છે.

કેરળ હાઇકોર્ટે શું કહ્યું હતું?

કેરળ હાઇકોર્ટે જૂનમાં એક રિટ અરજી પર સુનાવણી દરમિયાન GST કાઉન્સિલથી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા પર નિર્ણય કરવા કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે કોર્ટે કાઉન્સિલને આવું કરવા કહ્યું છે. આવામાં આના પર કાઉન્સિલની બેઠકમાં વિચાર થઈ શકે છે.

GSTની બહાર છે આ પ્રોડક્ટ્સ

દેશમાં GST વ્યવસ્થા 1 જુલાઈ, 2017થી લાગુ થઈ હતી. GSTમાં કેન્દ્રીય કર એક્સાઇઝ ડ્યુટી અને રાજ્યોના કર એટલે કે વેટને સમાવવામાં આવ્યા હતા. પરંતુ પેટ્રોલ, ડીઝલ, એટીએફ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલને GSTના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા હતા.

જ્યાં વધુ વેચાણ થશે તે રાજ્યોને ફાયદો

આનું કારણ એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેને આ પ્રોડક્ટ્સ પર ટેક્સથી ભારે મહેસૂલ મળે છે. GST વપરાશ આધારિત કર છે. આવી સ્થિતિમાં પેટ્રોલિયમ પેદાશોને GST હેઠળ લાવીને એ રાજ્યોને વધુ ફાયદો થશે, જ્યાં આ ઉત્પાદનોનું વધુ વેચાણ થશે. એ રાજ્યોને વધારે ફાયદો નહીં થાય જે ઉત્પાદન કેન્દ્રો છે.

ગુજરાત જેવા રાજ્યોને થઈ શકે છે નુકસાન

તેને આ રીતે સમજી શકાય છે. જેમકે ઉત્તર પ્રદેશ અને બિહાર તેમની મોટી વસ્તીને કારણે વધુ વપરાશને કારણે વધુ આવક મેળવશે. સાથે જ નવી વ્યવસ્થામાં ગુજરાત જેવા ઉત્પાદક રાજ્યોની આવક ઓછી થશે.

વધુ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત: એક દેશ, એક ભાવના પ્રસ્તાવ પર કરાશે વિચારણા

વધુ વાંચો: GST Raid: રાજ્યવ્યાપી બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ 10 આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.