ગૂગલે ડેવલોપર્સ માટે યોજાયેલા I/O કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તે નકશા, આસિસ્ટેંટ અને યુ ટ્યુબમાં ડેટા અથવા માહિતીને મેનેજ કરવા માટે વપરાશકર્તાઓ માટે વધુ સરળ બનાવશે. કંપનીએ એક નિયંત્રણ સુવિધા રજૂ કરી છે, જે વપરાશકર્તાઓને 3 મહિના અથવા 18 મહિના માટે સ્થાન, વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી રાખવા માટે વિકલ્પ આપે છે.
ગૂગલ ટૂંક સમયમાં જ Google Mapsમાં લોકેશન પ્રવૃત્તિથી સંબંધિત માહિતીની સમીક્ષા કરવાની અને તેને હટાવવાની સુવિધા આપશે. આ ઉપરાંત, તેઓ મેપમાં ઇનકૉગનિટો મોડનું પણ નિર્માણ કરી રહ્યું છે. ગૂગલે આ મહિનાના અંત સુધીમાં સર્ચ, મેપ, યુ ટ્યુબ, ક્રોમ, આસિસટેન્ટ અને ગૂગલ ન્યૂઝ જેવા પ્લેટફોર્મ્સમાં ગોપનીયતા અને સુરક્ષા સેટિંગ્સ માટે એક-ટેપ સુવિધા લાવવા પર કામ કરી રહ્યું છે.
ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદર પિચાઇએ મંગળવારે મોડી રાતે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, "અમે માનીએ છીએ ગોપનીયતા અમુક લોકો માટે નહિ પરંતુ બધા માટે જરૂરી છે. અમે વપરાશકર્તાઓની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં આગળ વધવા માંગીએ છીએ."