- દેશભરમાં સોનાના ભાવમાં ફરી એક વાર તેજી
- સોના (Gold)ના ભાવ વધ્યા તો ચાંદીના (Silver) ભાવમાં સામાન્ય ઘટાડો
- ચાંદી સામાન્ય 61 રૂપિયા ઘટીને 65,730 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે
ન્યૂઝ ડેસ્કઃ ગયું સત્ર બંધ થતા થતા સોનાની વાયદાની કિંમત (The price of gold futures)માં પણ ઘટાડો આવ્યો હતો. નબળી માગના કારણે સટોડિયાઓએ પોતાના સોદામાં ઘટાડો કર્યો હતો, જેના કારણે સ્થાનિક વાયદા બજારમાં મંગળવારે સોનાનો ભાવ 46 રૂપિયાના નુકસાન સાથે 48,048 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. એમસીએક્સ પર ઓગસ્ટ મહિનાની ડિલિવરી માટે સોનાની કિંમત 46 રૂપિયા એટલે કે 0.1 ટકાના નુકસાન સાથે 48,048 રૂપિયા પ્રતિ ગ્રામ રહી છે.
આ પણ વાંચો- પગારમાં ઘટાડાને કારણે સુરતના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ
એમસીએક્સ પર ગોલ્ડમાં 0.21 ટકાનો ઘટાડો
જો આંતરરાષ્ટ્રીય બજારમાં જોઈએ તો, આજે ભારતીય સમયાનુસાર સવારે 8.40 વાગ્યે એમસીએક્સ પર ગોલ્ડમાં 0.21 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ધાતુ 1,807.65 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર જોવા મળી રહી છે. જ્યારે ચાંદીમાં 1.15 ટકાનો ઘટાડો આવ્યો છે અને સિલ્વર 24.88 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો- Gold Silver Price: સોનાના વાયદાના ભાવ એક મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચ્યા
22 કરેટ અને 24 કેરેટ સોનાની કિંમત (Gold Price)
આજે 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 1 ગ્રામ પર 4,832, 8 ગ્રામ પર 36,648, 10 ગ્રામ પર 48,310 અને 100 ગ્રામ પર 4,83,100 ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો 22 કેરેટ સોનું 47,310ની કિંમત પર વેંચાઈ રહ્યું છે. પ્રમુખ શહેરોમાં ગોલ્ડની કિંમત પર નજર કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 47,410 અને 24 કેરેટ સોનાની કિંમત 51,720 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં 22 કેરેટ સોનાની કિમત 47,310 તો 24 કેરેટ સોનાની કિંમત 48,310 રૂપિયા ચાલી રહી છે. કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 47,710 તો 24 કેરેટ સોનાની કિંમત 50,210 રૂપિયા છે. આ ઉપરાંત ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 45,670 તો 24 કેરેટ સોનાની કિંમત 49,820 રૂપિયા છે. આ કિંમત પ્રતિ 10 ગ્રામ સોના પર છે.
ચેન્નઈમાં ચાંદી સૌથી મોંઘી
ચાંદીની વાત કરીએ તો, પ્રતિ કિલોગ્રામ ચાંદીની કિંમત 66,600 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીમાં ચાંદી 67,500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીની કિંમત એ જ છે. ચેન્નઈમાં ચાંદીની કિંમત 71,800 રૂપિયા પ્રતિ કિલો છે.