ટ્વીટ અનુસાર, 'કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આવનારા બજેટ 2020-21ને લઇને દિલ્હીમાં 16 ડિસેમ્બર 2019 એટલે કે આજરોજ અલગ અલગ શેરધારક જૂથોની સાથે પોતાના બજેટ પહેલા ચર્ચા કરશે.’
આવનારા કેટલાક દિવસોમાં, નાણા પ્રધાન સ્ટાર્ટ અપ્સ, ફિનટેસ એન્ડ ડિઝિટલ, ફાઇનાન્સીયલ સેક્ટર, કેપિટલ એમકેટીએસ, સર્વિસેઝ એન્ડ ટ્રેન્ડ, એગ્રીકલ્ચર એન્ડ એગ્રો પ્રોસેસિંગ, સોશ્યલ સેક્ટર, વોટર એન્ડ સેનિટેશન, ટ્રેડ યૂનિયન અને લેબર યૂનિયન, ઉદ્યોગપતિઓ, સ્ટેકબોલ્ડર ગ્રુપ્સ, ઇન્ફ્રા, ઉર્જા અને અર્થશાસ્ત્રીને મળશે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020-21 ને લઇને કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થઇ શકે છે. તે સાથે જ આર્થિક સર્વે 31 જાન્યુઆરીના રોજ થવાની સંભાવના છે. નાણા મંત્રાલયે આ જાણકારી આપી હતી. જે 2015-16 બાદ પ્રથમ વાર હશે, જ્યારે બજેટ શનિવારના રોજ રજુ કરવામાં આવશે.