- ગયા વર્ષની સરખામણીમાં અંબાણીની સંપત્તિ 24 ટકા વધી
- હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2021માં વિશ્વના ધનિકોની યાદી જાહેર
- મુંબઈ અબજોપતિઓનું હબ, 40 અબજપતિઓની સાથે દિલ્હી બીજા સ્થાને
નવી દિલ્હીઃ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2021 અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી 83 અબજ ડોલર સાથે વિશ્વના આઠમા સૌથી વધુ ધનિક વ્યક્તિ બની ગયા છે. એનર્જી-ટૂ-ટેલિકોમ દિગ્ગજ આરઆઈએલના મુલ્યમાં વૃદ્ધને ધ્યાનમાં રાખી અંબાણીની સંપત્તિમાં દર વર્ષના આધારે 24 ટકાની વૃદ્ધિ થઈ છે.
રિલાયન્સ દેશનું સૌથી મોટું નિકાસકાર
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2021ના મતે, ભારતનો સૌથી મોટું નિકાસકાર રિલાયન્સ દેશના નિકાસના 8 ટકા અને સીમા શુલ્ક તેમ જ ઉત્પાદન શુલ્કથી પ્રાપ્ત થનારા દેશની કુલ સંપત્તિનો 5 ટકા આપે છે. રિલાયન્સ અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં પણ પદાર્પણની યોજના બનાવી રહ્યું છે. આ સાથે જ રિલાયન્સે ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઉછાળા પહેલા બેટરી બનાવાના ઉદ્યોગમાં પણ ઉતરવાનો નિર્ણય લીધો છે.
ભારતના અબજોપતિઓની સરેરાશ ઉંમર 66 વર્ષ
ગઈ હારુન ગ્લોબલ રિચ લિસ્ટમાં અંબાણી નવમાં સ્થાન પર હતા. જ્યાં સુધી દેશના ક્રમાંકોની વાત કરીએ તો, ભારત 177 અબજપતિઓની સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં અબજપતિની સંખ્યા 40 વધી છે. એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુંબઈ અબજપતિઓની રાજધાની બની ગઈ છે. અહીં અબજપતિઓની સંખ્યા 61 થઈ છે. ત્યારબાદ 40 અબજપતિઓની સાથે દિલ્હી બીજા સ્થાને છે. આ અબજપતિઓની સરેરાશ ઉંમર 66 વર્ષ છે. 32 અબજપતિ ભારતીય મૂળના છે, જે ભારતથી બહાર રહે છે. આમાં લંડન સ્થિત આર્સેલર મિત્તલના એલ. એન. મિત્તલ પણ સામેલ છે.
અદાણીની સંપત્તિ બમણી થઈ
જ્યારે અન્ય ભારતીયોમાં ગૌતમ અદાણી અને પરિવાર ટોચના 100 અબજપતિઓમાં 48માં સ્થાને છે. અદાણી ગ્રીન એનર્જીના 20 અબજ ડોલરના વેલ્યુએશનની સાથે જ અદાણીની સંપત્તિ વધીને બમણી એટલે કે 32 અબજ ડોલર થઈ છે.