ETV Bharat / business

EDએ નીરવ મોદીની ફ્યુજીટિવ ઇકોનોમિક ઑફંડર્સ એક્ટ હેઠળ 329.66 કરોડની સંપત્તિ જપ્ત કરી - નીરવ મોદીની સંપત્તિ જપ્ત

નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સહિતના લોકો સામે મુંબઈની પીએનબી શાખામાં 2 અબજ ડૉલરની છેતરપિંડી કરવાના આરોપસર EDની તપાસ ચાલી રહી છે.

ED
ED
author img

By

Published : Jul 8, 2020, 8:06 PM IST

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે કહ્યું કે, તેમણે ફ્યુજિટિવ ઇકોનોમિક ઑફંડર્સ એક્ટ હેઠળ હીરાના વેપારી નીરવ મોદીની 329.66 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સહિતના લોકો સામે મુંબઈની પીએનબી શાખામાં 2 અબજ ડૉલરની છેતરપિંડી કરવાના આરોપસર મની લોન્ડરિંગના આરોપો પર EDની તપાસ ચાલી રહી છે.

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'જપ્ત કરેલી સંપત્તિમાં મુંબઇના વરલીમાં સમુદ્ર મહલ નામની ભવ્ય બિલ્ડિંગમાં ચાર ફ્લેટ છે, સમુદ્ર કિનારે એક ફાર્મ હાઉસ, યુનાઇટેડ આરબમાં એક ફ્લેટ જેસલમેરમાં પવનચક્કી, અલીબાગમાં જમીન, લંડનમાં ફ્લેટ સહિત શેર અને બેન્ક થાપણો છે. "

8મી જૂને મુંબઈની વિશેષ અદાલતે ઇડીને સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપ્યો હતો. પાછલા વર્ષે 5 ડિસેમ્બરે નીરવ મોદીને આ જ અદાલતે ફરાર નાણાંકીય ગુનેગાર જાહેર કર્યો હતો.

નીરવ મોદી યુકેની જેલમાં બંધ છે. તેની માર્ચ 2019માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ લડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.