- સતત ત્રીજા દેશ દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડાકા
- છેલ્લા સાત દિવસોમાં પેટ્રોલમાં દોઠ રૂપિયો ઉછળ્યો
- દેશમાં પેટ્રોલ અને ડીઝલ ઐતિહાસિક સ્તરે
ડેસ્ક ન્યુઝઃ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી ઉર્જા સંકટ કટોકટી અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે દેશમાં ઇંધણ તેલ સતત વધી રહ્યું છે. 7 ઓક્ટોબર 2021 ગુરુવારે દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ફરી 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે, જ્યારે ડીઝલ પણ 35 પૈસા પ્રતિ લીટર ઉછળ્યું છે.દિલ્હીમાં આજે પેટ્રોલ 103 રૂપિયાને પાર કરી ગયું છે. તે જ સમયે, ડીઝલ પણ 92 રૂપિયાના આંકડાને સ્પર્શી રહ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ તેમના ઐતિહાસિક સ્તરે ચાલી રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલ 90 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. બીજી બાજુ, જો આપણે છેલ્લા સાત દિવસોની વાત કરીએ તો પેટ્રોલમાં દોઠ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે.
જાણો, તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ કિંમત
શહેર | પેટ્રોલ પ્રતિ લિટર | ડીઝલ પ્રતિ લિટર |
અમદાવાદ | 100.04 | 98.90 |
દિલ્હી | 103.24 | 91.77 |
મુંબઈ | 109.25 | 99.55 |
કોલકાતા | 103.94 | 94.88 |
ચેન્નઈ | 100.75 | 96.36 |
બેંગલુરુ | 106.83 | 97.40 |
ભોપાલ | 111.76 | 100.80 |
લખનઉ | 100.31 | 92.20 |
પટના | 106.24 | 98.25 |
ચંડીગઢ | 99.38 | 91.50 |
ભાવમાં રાહતની કોઈ આશા નહી
ક્રૂડ ઓઈલમાં ઉછાળાને કારણે અત્યારે ભાવમાં રાહતની કોઈ આશા નથી. બીજી બાજુ, રૂપિયો છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 54 પૈસા ઘટીને તેના પાંચ મહિનાના નીચલા સ્તર 74.98 પ્રતિ ડોલર પર આવી ગયો છે.
આ પણ વાંચોઃ LPG Price Hike : સામાન્ય માણસને આંચકો, LPG સિલિન્ડરની કિંમત વધી, જાણો કેટલી થઇ કિંમત?
આ પણ વાંચોઃ New Scrap Policy: 15 વર્ષ જૂના વાહનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો, ચૂકવવા પડશે 5000 રુપિયા