ETV Bharat / bharat

કોરોના સામેની લડાઈમાં વધુ એક વેક્સિન, ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી ને આપાતકાલીન ઉપયોગ માટે મળી મંજૂરી

દેશમાં કોરોના સામેની લડાઈમાં વધુ એક વેક્સિનને મંજૂરી મળી છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડી ને આપાતકાલીન ઉપયોગ માટે DGCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

કોરોના સામેની લડાઈમાં વધુ એક વેક્સિન
કોરોના સામેની લડાઈમાં વધુ એક વેક્સિન
author img

By

Published : Aug 20, 2021, 6:40 PM IST

Updated : Aug 20, 2021, 9:25 PM IST

  • ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી વેક્સિનને મળી મંજૂરી
  • ભારતમાં આપાતકાલીન ઉપયોગ માટે DGCI દ્વારા અપાઈ મંજૂરી
  • 12થી 18 વર્ષ સુધીના વયસ્કોને અપાઈ શકે છે આ વેક્સિન

ન્યૂઝ ડેસ્ક: દેશમાં વધુ એક કોરોના પ્રતિકારક વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. ગત સપ્તાહે અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા દ્વારા પોતાની વેક્સિન ઝાયકોવ-ડીના આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. જેને આજે શુક્રવારે DGCI દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ઈન્જેક્શન વગર લાગશે વેક્સિન, ટ્રાન્સપોર્ટેશન પણ સરળ

ઝાયકોવ-ડી વેક્સિનને 2થી 4 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર સ્ટોર કરી શકાય છે. જેથી કોલ્ડ ચેઈનની જરૂર પડતી નથી. આમ કરવાથી વેક્સિનના ટ્રાન્સપોર્ટેશનમાં પણ સરળતા રહે છે. આ ઉપરાંત ઝાયકોવ-ડી વેક્સિન ફાર્માજેટ ટેકનિકથી લગાવવામાં આવનારી હોવાથી ઈન્જેક્શનનો ઉપયોગ થશે નહિં અને સાઈડ ઈફેક્ટ પણ ઓછા જોવા મળશે.

ઝાયકોવ-ડીના 3 ડોઝ લેવા પડશે

ઝાયડસ કેડિલાને ઝાયકોવ-ડી વેક્સિન ડેવલપ કરવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે. કંપની દ્વારા કરવામાં આવેલા ટ્રાયલમાં ઝાયકોવ-ડી વેક્સિનના 3 ડોઝ આપ્યા બાદ તેની અસર લાંબા સમય સુધી રહેતી હોવાનું સામે આવ્યું હતું. જ્યારબાદ કંપનીએ 2 ડોઝ માટે પણ ટ્રાયલ હાથ ધર્યું હતું. ઝાયકોવ-ડી વેક્સિન 3 ડોઝમાં વધુ અસરકારક હોવાથી તેના 3 ડોઝ પણ આપવામાં આવી શકે છે.

ભારતમાં માન્યતા પ્રાપ્ત કરનારી છઠ્ઠી વેક્સિન

અત્યાર સુધી ભારતમાં કુલ 5 વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકીની 3 વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં હાલ કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-વી નો ઉપયોગ કરાઈ રહ્યો છે. જ્યારે તાજેતરમાં જ મોડર્ના તેમજ જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે, ઝાયકોવ-ડી એ ભારતમાં ઉપયોગ માટે માન્યતા પ્રાપ્ત કરનારી છઠ્ઠી વેક્સિન બની છે.

બાળકો માટેની પ્રથમ વેક્સિન હોઈ શકે છે

ઝાયકોવ-ડીના નિર્માતા ઝાયડસ કેડિલા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, વેક્સિન બાળકો માટે સુરક્ષિત છે. મંજૂરી મળતા હવે તે સૌપ્રથમ 12થી 18 વર્ષના બાળકોને આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Last Updated : Aug 20, 2021, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.