- કિસાન સંમેલનમાં મુખ્યપ્રધાન યોગીની જાહેરાત
- મુખ્યપ્રધાન યોગીએ શેરડીના ખેડૂતોને આપી મોટી ભેટ
- શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો
લખનઉ, ઉત્તરપ્રદેશ : કિસાન સંમેલનમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેમણે શેરડીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કિંમતની શેરડીનો ભાવ હવે વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, તેમજ શેરડીનો ભાવ 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, તે હવે વધારીને 350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.
શેરડીના ટેકાના ભાવમાં કર્યો વધારો
લખનઉમાં યોજાયેલા કિસાન સંમેલનમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ખેડૂતોનું શોષણ થવા દેવામાં આવશે નહીં. શેરડીના ટેકાના ભાવ રૂપિયા 325થી વધારીને 350 રૂપિયા કરવામાં આવ્યા હતા.
SP- BSP પર યોગીના પ્રહારો
યોગીએ વધુમાં કહ્યું કે, આ નિર્ણયથી 45 લાખ ખેડૂતોનું જીવન બદલાઈ જશે. અમારું લક્ષ્ય યુપીમાં ઉત્પાદન ક્ષમતા વધારવાનું છે. 119 સુગર મિલો ચલાવવાની છે. મુખ્યપ્રધાને કહ્યું કે, BSP શાસન દરમિયાન 21 સુગર મિલો બંધ હતી અને સમાજવાદી પાર્ટીના શાસન દરમિયાન 11 સુગર મિલો બંધ હતી. જ્યારે અમે (ભાજપ) સત્તામાં આવ્યા ત્યારે અમે બંધ મિલ ફરી શરૂ કરી અને શેરડી ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા. મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે, બહુજન સમાજવાદી સરકાર દરમિયાન 21 સુગર મિલો બંધ હતી. તેઓએ તેને સુગર મિલોને ફેંકી દેતા ભાવે વેચી દીધી. 250-300 કરોડની સુગર મિલોને 25-30 કરોડમાં વેચવાનું કામ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: