બેંગલોરઃ કર્ણાટક વિધાનસભા પરિષદના ડેપ્યુટી ચેરમેન એસ.એલ. ધર્મે ગૌડા સાથે ઉચ્ચ સદનમાં થયેલી ધક્કા મુક્કીથી મુખ્યપ્રધાન યેદિરુપ્પાએ નારાજગી વ્યક્ત કરી છે. કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિરુપ્પાએ ભારપુર્વક કહ્યું કે પરિષદના ચેરમેન પ્રતાપચંદ્ર શેટ્ટીને સદનમાં બહુમતનું સમર્થન નથી. તેમણે રાજીનામું આપી દેવુ જોઈએ. સદનમાં બનેલી ઘટના આશ્ચર્ય પમાડે તેવી છે. લોકતાંત્રિક દેશમાં આવું ન થવું જોઈએ.
યેદિરુપ્પાએ નારાજગી વ્યક્ત કરી
યેદિરુપ્પાએ વધુમાં કહ્યું કે, હવે સ્પષ્ટ છે કે ભાજપ પાસે સંખ્યા બળ છે અને શેટ્ટી પાસે નથી, માટે તેમની પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
સિદ્ધારમૈયાએ ઉઠાવ્યા બે સવાલ
તો બીજી બાજુ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે આ પરથી ખબર પડે છે કે ભાજપ પાસે સંવિધાન અને લોકતંત્રની વ્યવસ્થા પ્રતિ કોઈ સન્માન અને વિશ્વાસ નથી. આ સાથે જ તેમણે સવાલ કર્યો કે ભાજપ- જનતા દળ (એસ)એ સદનનો પ્રવેશદ્વાર બંધ કરવા જેવું પગલું કેમ ઉઠાવ્યું ? તેમજ સદનની ઘંટડી વાગતા પહેલા ઉપસભાપતિને ખુરશી પર બેસવાની અનુમતિ કેમ આપવામાં આવી..? સિદ્ધારમૈયાએ કહ્યું કે આ બે સવાલ હંમેશા તેમને સતાવશે. તેમણે ઉમેર્યુ કે આ બધુ લોકતંત્રની હત્યા સિવાય બીજુ કંઈ નથી.