ETV Bharat / bharat

Wrestlers Protest: જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળનો 9મો દિવસ, જાણો અત્યાર સુધી શું થયું - ભારતીય કિસાન યુનિયન

જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સતત 9મા દિવસે પણ વિરોધ કરવા ઉભા છે. તેમની માંગ છે કે, જ્યાં સુધી તેમની ધરપકડ કરવામાં ન આવે અને તેમના પદ પરથી રાજીનામું ન આપે, ત્યાં સુધી તેઓ ધરણા ચાલું રાખશે. તે જ સમયે, ઘણા દિગ્ગજ નેતાઓ અને ખેલાડીઓએ તેમના વિરોધને સમર્થન આપ્યું છે. જાણીએ, છેલ્લા આઠ દિવસમાં શું થયું.

Wrestlers Protest: જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળનો 9મો દિવસ, જાણો અત્યાર સુધી શું થયું

author img

By

Published : May 1, 2023, 12:02 PM IST

નવી દિલ્હીઃ દેશમાં આંદોલન વગર હવે કોઈ નિરાકરણ આવતું નથી. છેલ્લા પાંચ વર્ષમાં આટલા આંદોલન થયા કે ઇતિહાસમાં આટલા આંદોલન નથી થયા. દેશને જ્યારે આઝાદી માટે લડાઇ ચાલી રહી હતી. તે સમયે પણ આટલા આંદોલન કે વિરોધ થયા ન હતા. હવે અંગ્રેજોથી પણ સવા શેર ભાજપ સરકાર છે. એવું દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોને લાગી રહ્યું છે. એમના પ્રદર્શનનો આજે 9મો દિવસ છે. આ પ્રદર્શન 23 એપ્રિલે શરૂ થયું હતું. રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી સાથે કુસ્તીબાજો બેઠા છે. તેણે આરોપ લગાવ્યો છે કે બ્રિજભૂષણ શરણ સિંહે મહિલા રેસલર્સનું યૌન શોષણ કર્યું છે. તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેના કારણે તેમને જંતર-મંતર પર બેસવાની ફરજ પડી છે.

આ પણ વાંચો Karnataka Assembly Election 2023: પીએમ મોદી પર મોબાઈલ ઘા કરતા ચકચાર, મૈસુરમાં રોડ શો દરમિયાન ફોન ફેંકવામાં આવ્યો

કુસ્તીનો અખાડો: આ બીજી વખત હતું જ્યારે કુસ્તીબાજો જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. જાન્યુઆરી મહિનામાં પણ પહેલીવાર કુસ્તીબાજો જંતર-મંતર પર એકઠા થયા હતા અને તેમનો વિરોધ કર્યો હતો. છેલ્લા આઠ દિવસમાં જંતર-મંતરના મંચ પર અનેક રાજકીય પક્ષોના ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, કુસ્તીબાજોએ હવે જંતર-મંતર પર જ કુસ્તીનો અખાડો બનાવ્યો છે અને ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

  • भीड़ मुकदमा मांग रही है,कानून मुकर रहा है !
    दोषी आजाद घूम रहा है,आपसे एक सवाल पूछती हूँ....

    क्या #India सही में सुधर रहा है !!#JantarMantar pic.twitter.com/d0KD1u5DLb

    — Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) May 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટેકો આપતા કુસ્તીબાજો: રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો જંતર-મંતર પર કુસ્તીબાજોના મંચ પર પહોંચીને તેમની સાથે ઉભા રહેવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણે પણ રવિવારે સમર્થન કર્યું હતું. જે બાદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ તેમને મળવા આવ્યા હતા. જેડીયું નેતા કેસી ત્યાગી, હરિયાણાના આઈએનએલડી નેતા અભય સિંહ ચૌટાલા પણ કુસ્તીબાજોને મળ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ શનિવારે કુસ્તીબાજોને મળ્યા હતા. જે બાદ મોડી સાંજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ તેમને ટેકો આપતા કુસ્તીબાજોને મળ્યા હતા.

ઘણા દિગ્ગજ ખેલાડીઓનો સાથ: આ પહેલા, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈત, આરએલડીના વડા જયંત ચૌધરી, રાજસ્થાન યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ નિર્મલ ચૌધરી, સીપીએમ નેતા વૃંદા કરાત, પાલમ ગામ 360 ગામના વડા સુરેન્દ્ર સોલંકી, કોંગ્રેસ નેતા ઉદિત. રાજ અને ઘણા મોટા- મોટા રાજકીય પક્ષોના નેતાઓ અને સંગઠન સાથે જોડાયેલા લોકો પણ આ સ્ટેજ પર પહોંચ્યા હતા. તે જ સમયે, ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું. જેવલિન થ્રોના દિગ્ગજ નીરજ ચોપરા, ક્રિકેટર હરભજન સિંહ, ઈરફાન પઠાણ, કપિલ દેવ, શૂટર અભિનવ બિન્દ્રા, બોક્સર નિખત ઝરીને પણ કુસ્તીબાજોને ટેકો આપ્યો હતો.

આ પણ વાંચો Karnataka Election 2023: જે.પી. નડ્ડા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, ભાજપનું મિશન કર્ણાટક શરૂ

અન્ય સંગઠનોનું સમર્થન: જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજોને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કુસ્તીબાજોનો આરોપ છે કે પોલીસે ઘણી વખત વીજળી કાપી નાખી અને ખાવા-પીવાનું પણ બંધ કર્યું. પરંતુ કુસ્તીબાજો હજુ પણ જંતર-મંતર પર અડગ છે. જો કે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધી છે. છેલ્લા એક સપ્તાહમાં કુસ્તીબાજોને ખાપ પંચાયત, કિસાન મહાસ્થાન, મહિલા સંગઠન, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, JDU, RLD સહિત તમામ રાજકીય પક્ષો, સંગઠનો અને અન્ય સંગઠનોનું સમર્થન પણ મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.