વોશિંગ્ટન(અમેરીકા): દાયકાઓ સુધી ન ન્હાવા માટે જાણીતા અમાઉ હાજી નામના વ્યક્તિનું ન્હાતાની સાથે જ મૃત્યુ થયું હતું. (Worlds dirtiest man )તેઓ 94 વર્ષના હતા. તે મૂળ ઈરાનના હતો. એવું કહેવાય છે કે, તેણે છેલ્લા છ દાયકાથી સ્નાન કર્યું ન હતું. અમાઉ હાજી એ તેનું સાચું નામ નથી, પરંતુ વૃદ્ધ લોકોને આપવામાં આવેલું એક સુંદર ઉપનામ છે. જોકે, આ વ્યક્તિના નિધનથી સમગ્ર દુનિયામાં એક અસાધારણ કહી શકાય એવા વાવડ વહેતા થયા છે. જેમાં કોઈ વ્યક્તિનું સ્નાન કરવાને કારણે મૃત્યું થઈ ગયું છે.
ડરથી નહાવાનું ટાળતાઃ અમાઉ હાજીનું રવિવારે દેજગાહ ગામમાં અવસાન થયું હતું. IRNA (ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સી) અનુસાર, હાજી બીમાર થવાના ડરથી નહાવાનું ટાળતા હતા. જો કે, થોડા મહિના પહેલા પ્રથમ વખત ગ્રામજનો તેને ધોવા માટે બાથરૂમમાં લઈ ગયા હતા. રિપોર્ટ અનુસાર, હાજીએ પોતાનું મોટાભાગનું જીવન ઈંટોની ખુલ્લી ઝૂંપડીમાં એકલતામાં વિતાવ્યું હતું.
ધ સ્ટ્રેન્જ લાઈફ ઓફ અમાઉ હાજીઃ તેણે જમીનમાં છિદ્ર બનાવીને રહેવાનું શરૂ કર્યું હતુ, ત્યારપછી ગામના લોકોએ તેના માટે ઝૂંપડી બનાવી આપી હતી. સ્થાનિકોએ હાજીની ઉદ્ધતાઈને તેની યુવાનીમાં ભાવનાત્મક આંચકો માટે જવાબદાર ગણાવ્યુ હતો. કહેવાય છે કે વર્ષ 2014માં હાજીએ તાજુ ખાવાનું પણ ટાળ્યું હતું. તેના બદલે તેણે તેના ખોરાક તરીકે સડેલા પોર્ક્યુપાઇન્સ પસંદ કર્યા હતા. કહેવાય છે કે વર્ષ 2013માં તેમના જીવન પર 'ધ સ્ટ્રેન્જ લાઈફ ઓફ અમાઉ હાજી' નામની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી.