- વિશ્વ અંગદાન દિવસની આજે થઈ રહી છે ઉજવણી
- ભારતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અંગદાન
- અંગદાન કોણ કરી શકે અને કેમ ન કરી શકાય તે જાણો
એવું કહેવાય છે કે વિશ્વનું સૌથી મોટું દાન અંગદાન છે, કારણ કે તે વ્યક્તિને નવું જીવન આપી શકે છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઘણા લોકો અંગદાન માટે પોતાની નોંધણી કરાવે. પરંતુ આપણા દેશમાં આ આંકડો ઘણો ઓછો છે. વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ લોકોને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાહેર હિતમાં અંગોનું દાન કરવા માટે પ્રેરિત કરવાનો છે.
અંગદાન શું છે?
અંગદાન એ એવી પ્રક્રિયા છે કે જેમાં જીવંત અથવા મૃત વ્યક્તિ પોતાના તંદુરસ્ત અંગનું દાન અન્ય વ્યક્તિના સ્વાસ્થ્યના લાભ માટે કરે છે. અંગ પ્રત્યારોપણ દ્વારા અંગ દાતાના શરીરમાંથી દૂર કરવામાં આવે છે અને પ્રાપ્તકર્તાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે. સામાન્ય રીતે શરીરના મોટાભાગના અંગોનું પ્રત્યારોપણ દાતાના મૃત્યુ પછી મર્યાદિત સમયગાળા માટે જ શક્ય છે. કેટલાક અવયવો અથવા અવયવોના ભાગો પણ જીવંત લોકો દ્વારા દાન કરી શકાય છે એક સર્વે અનુસાર ભારતમાં દર વર્ષે આશરે 5,00000 લોકો અવયવોની ખરાબીના કારણે મૃત્યુ પામે છે. આમાંથી લગભગ 2,00000 લોકો યકૃત રોગથી મૃત્યુ પામે છે અને 50,000 લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે. વધુમાં દર વર્ષે લગભગ 1,50,000 લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ દાતાની રાહ જુએ છે. પરંતુ દાતાઓની અછતને કારણે આ ટ્રાન્સપ્લાન્ટ માત્ર 5,000 લોકો માટે શક્ય બને છે.
2015 સુધીમાં ભારત માટે આંકડાકીય માહિતી બતાવે છે કે 1.75 લાખ કિડની ટ્રાન્સપ્લાન્ટની માગના જવાબમાં માત્ર 5000 ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યાં હતાં.
હૃદય અને ફેફસા જેવા અંગો માટે, આ આંકડાઓ વધુ ચિંતાજનક છે. ભારતમાં અંગદાનનો દર ખૂબ જ ઓછો છે, માત્ર 0.01 ટકા. જે ક્રોએશિયા (36.5 ટકા) અને સ્પેન (35.3 ટકા) જેવા દેશોની સરખામણીમાં ખૂબ જ નાનો આંકડો છે.
ભારતમાં અંગ પ્રત્યારોપણને નિયંત્રિત કરતા કાયદા અને નિયમો
ભારતમાં અંગદાન અને પ્રત્યારોપણ સંબંધિત પ્રાથમિક કાયદો, "માનવ અંગ પ્રત્યારોપણ અધિનિયમ" 1994માં પસાર કરવામાં આવ્યો હતો. જેનો હેતુ તબીબી હેતુઓ માટે અંગ પ્રત્યારોપણ માટેના નિયમો અને નીતિઓ નક્કી કરવાનો હતો. સુનિશ્ચિત એ પણ કરવાનું હતું કે આ પ્રક્રિયા માનવ અવયવોની હેરફેર અથવા અન્ય ગેરકાયદે હેતુઓ માટે દુરુપયોગ ન થઈ શકે. આ પછી વર્ષ 2011ના કાયદામાં સુધારો કરવામાં આવ્યો. આ કાયદાને લગતા નિયમો 2014માં સૂચિત કરવામાં આવ્યાં હતાં.
2019માં ભારત સરકારે મૃત અંગદાનને પ્રોત્સાહન આપવા માટે 149.5 કરોડ (US $) ના બજેટ સાથે રાષ્ટ્રીય અંગ પ્રત્યારોપણ કાર્યક્રમ અમલમાં મૂક્યો. આ અધિનિયમ હેઠળ અંગ દાન માટે નિર્ધારિત નિયમો નીચે મુજબ છે:
કોઈપણ વય, જાતિ, ધર્મ અથવા સમુદાયની વ્યક્તિ અંગદાન માટે પોતાની નોંધણી કરાવી શકે છે.
કોર્નિયા, હાર્ટ વાલ્વ, ત્વચા અને હાડકાં જેવી પેશીઓ કુદરતી મૃત્યુના કિસ્સામાં દાન કરી શકાય છે. પરંતુ હૃદય, લીવર, કિડની, આંતરડા, ફેફસા અને સ્વાદુપિંંડ જેવા મહત્વપૂર્ણ અંગો માત્ર 'બ્રેઈન ડેથ'ના કિસ્સામાં જ દાન કરી શકાય છે.
18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને દાતા બનવા માટે નોંધણી કરાવવા માટે માતાપિતા અથવા વાલીની સંમતિની જરૂર પડે છે.
જો દાતાને કેન્સર, એચ.આઇ.વી, ડાયાબિટીસ, કિડની રોગ અથવા હૃદય રોગ જેવી ગંભીર સ્થિતિ હોય તો જીવંત દાતા તરીકે દાન કરવાથી રોકી શકાય છે.
અંગદાનના પ્રકાર
જીવન સંબંધી દાનઃ આ ત્યારે થાય છે જ્યારે જીવંત વ્યક્તિ અંગ અથવા અંગનો ભાગ અન્ય વ્યક્તિને પ્રત્યારોપણ માટે દાન કરે છે. હયાત દાતા પરિવારના સભ્ય હોઈ શકે છે, જેમ કે માતાપિતા, બાળક, ભાઈ અથવા બહેન, દાદાદાદી અથવા પૌત્ર.
જીવંત બિનસંબંધિત દાન: અંગદાન તે વ્યક્તિ દ્વારા પણ કરી શકાય છે જે મિત્ર, સંબંધી, પાડોશી અથવા પીડિતના સાસરિયાં છે, જે પ્રાપ્તકર્તા સાથે ભાવનાત્મક રીતે સંબંધિત છે.
મૃત અવયવનું દાન: આ માટે, દર્દીને ટ્રાન્સપ્લાન્ટિંગ હોસ્પિટલમાં નોંધણી કરાવવી પડે છે, ત્યારબાદ તેને પ્રતીક્ષા સૂચિમાં મૂકવામાં આવે છે. જ્યારે પણ યોગ્ય બ્રેઈન ડેથ ઓર્ગન ઉપલબ્ધ હોય ત્યારે દર્દીને જાણ કરવામાં આવે છે કે દાન કરેલ અંગ તેના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Organ Donate : સુરતમાં અંગદાન કરીને છ વ્યક્તિઓને જીવનદાન
આ પણ વાંચોઃ અમદાવાદના 42 વર્ષીય બ્રેઇન ડેડ ધર્મેશભાઇ પટેલે અંગદાન થકી 10થી 15 લોકોને આપ્યું નવજીવન