ETV Bharat / bharat

World Cup 2023 : હાર્દિક પંડ્યાએ બોલ પર શું મંત્ર ફૂંક્યો ? કર્યું ઇમામ ઉલ હકનું કામ તમામ, કોહલીને બદલવી પડી જર્સી - વિરાટ કોહલીને પોતાની જર્સી બદલવી પડી

આજે ભારત-પાકિસ્તાન મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો જાદુ જોવા મળ્યો હતો. આ મેચમાં એક ક્ષણ એવી આવી જ્યારે હાર્દિક પંડ્યાએ રન-અપ પહેલા બોલને જોઈને કંઈક બોલ્યા પછી બીજા જ બોલ પર ઇમામ ઉલ હકની વિકેટ લીધી હતી. જ્યારે બીજી બાજુ એવું શું બન્યું કે, વિરાટ કોહલીને પોતાની જર્સી બદલવી પડી હતી, જુઓ આ અહેવાલમાં

World Cup 2023
World Cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 7:09 PM IST

Updated : Oct 14, 2023, 7:48 PM IST

અમદાવાદ : આજે ભારત-પાકિસ્તાનની મેચમાં પ્રેક્ષકોને એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. કારણ કે પાકિસ્તાની ઓપનર ઇમામ-ઉલ-હકને આઉટ કરતા પહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કંઈક એવું કર્યું કે લોકોનું ધ્યાન ત્યાં ખેંચાયું હતું. પાકિસ્તાને ઇનિંગ્સની શરૂઆતમાં જ અબ્દુલ્લા શફીકની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાબર આઝમ સાથે ઇમામ ઉલ હક ઇનિંગને સ્થિર કરી રહ્યા હતા.

જોકે ઇમામ ઉલ હક 36 રનના સ્કોર પર હાર્દિક પંડ્યાની બોલ પર વિકેટકીપર કે.એલ. રાહુલના કેચ થઈ આઉટ થયો હતો. તે બોલ બેટ્સમેનથી દૂર જઈ રહ્યો હતો, પરંતુ તેણે બેકફૂટ ડ્રાઇવ રમવાનો પ્રયાસ કર્યો અને સ્ટમ્પની પાછળ કેચ થઈ ગયો.

જોકે આ બોલ નાખતા પહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલ તરફ જોયું અને કેટલાક શબ્દો ઉચ્ચાર્યા હોય એવું લાગતું હતું. હાર્દિક પંડ્યાના આવું કરવાથી પ્રેક્ષકોનું ધ્યાન તેમના પર ખેંચાયું હતું. આ જોઈને એવું લાગ્યું કે, બોલ હાર્દિકનો આદેશો સાંભળી રહ્યો હતો કારણ કે તે જ બોલ પર તેને વિકેટ મળી હતી. આ વિચિત્ર ઘટનાએ વિશ્વભરના ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

  • વિરાટ કોહલીએ પહેરી ખોટી જર્સી

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જાદુઈ યુક્તિ જ આ મેચમાં ચર્ચાનો મુદ્દો ન હતી, પરંતુ સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ ઇનિંગની શરૂઆતમાં કંઈક એવું કર્યું કે તેઓ સૌના ધ્યાનમાં આવી ગયું હતું. વિરાટ કોહલી ભૂલથી તિરંગાની જગ્યાએ સફેદ પટ્ટાવાળી જર્સી પહેરેલો જોવા મળ્યો હતો. પરંતુ તેને પછીથી ખબર પડી હતી. જોકે વિરાટ કોહલીએ બાદમાં પોતાની જર્સી બદલી લીધી હતી. પરંતુ ભારત-પાકિસ્તાન મુકાબલાની પ્રથમ ઇનિંગમાં આ બંને બાબતો ચર્ચાનો મુદ્દો બની હતી.

  1. World Cup 2023 12th Match IND vs PAK LIVE : વિરાટ કોહલી 16 રન બનાવીને આઉટ થયો, 10 ઓવર પછી ભારતનો સ્કોર (79/2)
  2. World Cup 2023 : સહી ખેલ ગયે MMT ! ભારત-પાકિસ્તાન મેચ પર MakeMyTrip નો દાવ, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા

Last Updated : Oct 14, 2023, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.