ETV Bharat / bharat

WOODEN TREADMILL : લાકડાની આ ટ્રેડમિલ તમે ક્યારેય જોઈ નહીં હોય, આનંદ મહિન્દ્રાએ પણ કરી પ્રશંસા - Anand Mahindra appreciated

આંધ્રપ્રદેશના શ્રીનિવાસ નામના એક કારીગરે લાકડાની ટ્રેડમિલ બનાવી (wooden treadmill) છે. આ ટ્રેડમિલ વીજળી વગર ચાલે છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ શ્રીનિવાસની કારીગરીની પ્રશંસા કરી ( Anand Mahindra appreciated) હતી. જૂઓ વીડિયો...

WOODEN TREADMILL
WOODEN TREADMILL
author img

By

Published : Mar 29, 2022, 6:50 AM IST

આંધ્રપ્રદેશ : દરરોજ ચાલવું એ ફિટનેસ માટે ખુબ જ જરૂરી (Fitness For Health) છે, પરંતુ ઉઠ્યા બાદ તુરંત જ નજીકના પાર્ક અથવા મેદાનમાં જવાનો વિચાર ઘણાને નિરાશ કરે છે. હા, ઘરે બેસીને ટ્રેડમિલની મદદથી ચાલી શકો છો, પરંતુ તેની કિંમત ખુબ જ મોંઘી હોય છે. આ ઉપરાંત તેમાં વીજળી ઉપયોગ તો ખરો જ. જો કે, એક કારીગરે લાકડાની ટ્રેડમિલ ડિઝાઇન કરી (wooden treadmill) જે વીજળી વિના ચાલે છે. આ જોતા જ આનંદ મહિન્દ્રા અને KTR એ પણ તેમની પ્રસંશા ( Anand Mahindra appreciated) કરી હતી.

આ પણ વાંચો : Lacquer Wood Art Kutch: જાણો કચ્છના વાઢા સમુદાયના કાષ્ઠથી બનાવેલા કળાસભર ઉત્પાદનો વિશે

લાકડાની ટ્રેડમિલ ડિઝાઇન કરી : આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના મંડપેટાના કદીપુ શ્રીનિવાસ નામના એક કારીગરે લાકડાની ટ્રેડમિલ ડિઝાઇન કરી છે, જે વીજળી વિના કામ કરે છે. શ્રીનિવાસ વ્યવસાયે સુથાર છે. તેઓ ફર્નિચર ડિઝાઇનનું કામ કરે છે. એક વખત કોઈ ઘરમાં કામ કરતી વખતે તેણે એક માણસને ટ્રેડમિલ પર ચાલતો જોયો હતો. શ્રીનિવાસના મનમાં તરત જ લાકડાની ટ્રેડમિલ બનાવવાનો વિચાર ઝબકી ઉઠ્યો. આથી, તેમના રોજિંદા સુથારી કામ બાદ ફાજલ સમય દરમિયાન ટ્રેડમિલ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું હતું.

ટ્રેડમિલ બનાવવાનો ખર્ચ : શ્રીનિવાસે કહ્યું કે, તેમને ટ્રેડમિલ પૂર્ણ કરવામાં ઘણા દિવસો લાગ્યા હતા. લાકડાનું બનેલું આ ટ્રેડમિલ સંપૂર્ણપણે યાંત્રિક ક્રિયા પર કાર્ય કરે છે. શ્રીનિવાસે બોલ બેરિંગને લાકડાના પાટિયા સાથે જોડીને આ મશીન બનાવ્યું છે. તેણે કહ્યું કે, આ ટ્રેડમિલ બનાવવામાં કુલ 10,000 રૂપિયાનો ખર્ચ થયો છે.

  • In a world of commoditised, energy hungry devices, the passion for craftsmanship, the hours of dedicated efforts in hand-making this device makes it a work of art, not just a treadmill. I want one… pic.twitter.com/nxeGh6a2kf

    — anand mahindra (@anandmahindra) March 24, 2022 +" class="align-text-top noRightClick twitterSection" data=" +"> +

આ પણ વાંચો : રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર 2021 માટે કચ્છના 4 કારીગરોએ મેદાન માર્યું

આનંદ મહિન્દ્રાએ પ્રશંસા કરી : શ્રીનિવાસની આ કારીગરીએ પ્રધાન KTRનું ધ્યાન ખેંચ્યું (Telangana Minister KT Rama Rao) હતું. તેણે શ્રીનિવાસની ટ્રેડમિલની કામગીરી દર્શાવતો વીડિયો રીટ્વીટ કર્યો હતો. શ્રીનિવાસના પુત્ર મુરલીએ કહ્યું કે, વીડિયો વાયરલ થયા બાદ તેને ઓર્ડર મળવા લાગ્યા છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ શ્રીનિવાસની કારીગરીના પ્રયત્નોની પ્રશંસા કરતા વિડિયોને રિટ્વીટ કર્યો હતો. ઉદ્યોગપતિએ કહ્યું કે, તેને લાકડાની ટ્રેડમિલ જોઈએ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.