ETV Bharat / bharat

Bihar Caste Census: બિહારમાં કેમ કરવામાં આવી જાતિ આધારિત વસ્તી ગણતરી? JDU રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યો ખુલાસો - કેન્દ્ર સરકાર

બિહારમાં સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા ગાંધી જયંતિના દિવસે રજૂ કર્યા છે. આ મુદ્દે JDU રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે ખુલાસો કર્યો છે. વાંચો લલન સિંહના ખુલાસા વિશે વિગતવાર.

બિહારમાં કેમ કરવામાં આવી જાતિ આધારિત વસ્તી ગણતરી? JDU રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યો ખુલાસો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 5:36 PM IST

પટનાઃ બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિસ્તૃત રિપોર્ટ જાહેર કરી દીધો છે. આ મુદ્દે JDU રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે નિવેદન આપ્યું છે. શા માટે બિહાર જેવા રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂર પડી ? તેના જવાબમાં લલન સિંહે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ તેવું જણાવ્યું છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણીને ફગાવી ત્યારે અમે બિહાર પૂરતી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી છે.

1931 બાદ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી.દેશના વિકાસ માટે આ પ્રકારની વસ્તી ગણતરી આવશ્યક હોવાનું અમે સંસદમાં જણાવ્યું હતું. કયો સમાજ કેટલો પછાત તે જાણકારી આવશ્યક છે. ભારત સરકારે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની અમારી માંગણી સ્વીકારી નહીં તેથી અમે બિહારમાં આ વસ્તી ગણતરી કરાવી. આજના સમયમાં સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવામાં આવે તે આવશ્યક છે...લલન સિંહ(રાષ્ટ્રીય અધ્યક્ષ, JDU)

સુશિલ મોદી પર વાકપ્રહારઃ લલન સિંહે વસ્તી ગણતરી મુદ્દે વાત કરતા સુશિલ મોદી પર વાકપ્રહાર કર્યા છે. જ્યારે ભાજપ સરકાર હતી ત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લલન સિંહે સુશિલ મોદીને ટાઈફોઈડના રોગી હોવાનું જણાવ્યું છે. જ્યારે નીતિશ કુમાર વડાપ્રધાન અને ગૃહ પ્રધાનને મળ્યા તે સમયે આ માંગણી તેમણે સ્વીકારી નહીં.

દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની આવશ્યક્તાઃ બિહારની જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર થયો કે નેતાઓ દ્વારા તેનો શ્રેય લેવાનું શરૂ કરી દેવાયું છે. જ્યારે વિપક્ષે આ રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. વિપક્ષ સમાજને જાતિમાં વહેંચી દેવાનો આરોપ લગાવે છે. લલન સિંહે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની આવશ્યક્તા જણાવી છે. અમે સંસદમાં આ બાબતે માંગણી કરી હતી પરંતુ સરકારે આ માંગણી પૂરી કરી નહીં.

સરકાર નવી યોજના બનાવશેઃ લલન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે નીતિશ કુમાર અને તેમના મહાગઠબંધન સરકારની પ્રશંસા કરી છે. હવે સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીના રિપોર્ટ આધારિત નવી યોજનાઓ બનાવશે. બિહાર સરકાર પછાત જાતિઓ માટે યોજનાઓ ચલાવી રહી છે. ભવિષ્યમાં પણ સરકાર આ જાતિઓના વિકાસ માટે યોજનાઓ ચલાવશે.

શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી?: લલન સિંહ જણાવે છે કે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી માટે અમે સંસદમાં માંગણી કરી હતી. 1931 બાદ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. સમાજમાં કઈ જાતિની શું સ્થિતિ છે તે જાણવું જરૂરી છે. પણ કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં આ પ્રકારની વસ્તી ગણતરી કરાવા માટે માનતી નથી. તેથી અમે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી.

મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે ભાજપ પર વાકપ્રહારઃ મહિલા આરક્ષણ મુદ્દે લલન સિંહે કેન્દ્ર સરકાર પર વાકપ્રહાર કર્યા છે. જો મહિલા આરક્ષણ 10 વર્ષ પછી લાગુ કરવાનું હોય તો પાર્લિયામેન્ટમાં સરકારે ઈવેન્ટ મેનેજમેન્ટ શા માટે કર્યુ? તેમણે વડાપ્રધાનને ઈવેન્ટ મેનેજર ગણાવ્યા હતા. તેમણે આખું મીડિયા ગૃહ પ્રધાનના સકંજામાં હોવાનું જણાવ્યું હતું. જો મીડિયા બીજેપીની ટીકા કરે તો તેમના પર વિવિધ એજન્સીઓ છાપામારી કરી દે છે.

  1. Bihar Caste Census: સુપ્રીમ કોર્ટ 6 ઓક્ટોબરે બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે સુનાવણી કરશે
  2. Bihar Caste Census: બહુ વિવાદાસ્પદ બનેલ બિહાર જાતિ આધારિત વસ્તીગણતરીના આંકડા જાહેર કરાયા, કુલ 215 જાતિઓનો ડેટા રજૂ થયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.