- વિકટ પરિસ્થિતિને હળવાશથી ન લેવી જોઇએ
- કોરોના કેસ અને મૃત્યુના આંકડા યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યાં નથી
- ટૂગેધર ઓફ ઇન્ડિયા અંતર્ગત ફંડ આપાવા માટેની અપીલ
જિનિવા : વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO )ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથનને સોમવારના રોજ ભારતમાં કોરોનાના આંકડા ચોકાવનારા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, ભારતમાં કોરોના સંક્રમણનો દર અને મૃત્યુઆંક ચિંતાજનક છે. ભારત સહિત કોરોના સંક્રમિત દરેક દેશમાં કોરોનાના આંકડા બાબતે પ્રમાણિકતા અપનાવે. કોરોના અંગે વાસ્તવિક આંકડા આપવા અને તેનું સાચુ રિપોર્ટિંગ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે સરકારોને અનુરોધ કર્યો છે.
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં વૈજ્ઞાનિક સ્વામીનાથે જણાવ્યું કે, ઇન્સ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવૈલ્યૂએશન (IHME) દ્વારા અનુમાનિત ઓગસ્ટ સુધીમાં 10 લાખ મોતનું અનુમાન અને ઉપલબ્ધ આંકડા પર આધારિત છે. જેને ભવિષ્ય પર ન છોડીને બદલાવી પણ શકાય છે.
આ પણ વાંચો - ભારતની સ્થિતિ આપણને જણાવે છે કે કોરોના શું કરી શકે છે : WHO
વિકટ પરિસ્થિતિને હળવાશથી ન લેવી જોઇએ
સ્વામીનાથે જણાવ્યું હતું કે, હું આ સમયમાં જણાવવા માંગુ છું કે, પરિસ્થિતિ ઘણી ગંભીર છે. ભારત અને દક્ષિણ-પૂર્વના અન્ય દેશોમાં કોરોના સંક્રમણના દૈનિક આંકડા અને મોતની સંખ્યા આપણા માટે મોટી ચિંતાનો વિષય છે. અમે અનુભવ્યુ છે કે, આ વિકટ પરિસ્થિતિને હળવાશથી ન લેવી જોઇએ.
કોરોના કેસ અને મૃત્યુના આંકડા યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યાં નથી
વિશ્વના દરેક દેશમાં કોરોના કેસ અને મૃત્યુના આંકડા યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યાં નથી અથવા તો તેમને ગંભીરતાથી લેવામાં આવ્યાં નથી. વૈશ્વિક સરકારોએ આ અંગે વિચારણા કરવાની જરૂર છે અને તેમને વાસ્તવિક અહેવાલને પ્રમાણિકતાના ઉદ્દેશ્યથી રજૂ કરવાનો પ્રયાસ કરવાની જરૂર છે.
આ પણ વાંચો - WHOના રિપોર્ટમાં કોરોનાની ઉત્પતિ અંગે થયો ખુલાસો
કોરોના રસી પાસપોર્ટ પ્રવાસ માટેની પૂર્વ શરત ન હોવી જોઈએ
સ્વામીનાથે દેશને પણ રોગચાળા અંગેના વિજ્ઞાન અને ડેટાના આધારે નીતિઓને સતત અપડેટ કરવા માટે હાકલ કરી છે. રોગચાળાની વચ્ચે લોકોના પ્રવાસ અંગેના સવાલના જવાબમાં તેમને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (IHR)ની સમીક્ષા સમિતિએ જણાવ્યું હતું કે, કોરોના રસી પાસપોર્ટ પ્રવાસ માટેની પૂર્વ શરત ન હોવી જોઈએ.
કોરોના સામે સાથે મળીને અને સહયોગ માટે વૈશ્વિક રણનીતિ તૈયાર કરવી જોઇએ
સ્વામીનાથે ડબલ મ્યૂટેન્ટ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સંક્રમણ વધારે છે, WHO સમિતિએ પણ આ બાબતની ચિંતા વ્યક્ત કરી હતી. સમગ્ર દુનિયામાં નિષ્પક્ષ વેક્સિન અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ સમય એવો છે કે, કોરોના સામે સાથે મળીને અને સહયોગ માટે વૈશ્વિક રણનીતિ તૈયાર કરવી જોઇએ.
આ પણ વાંચો - કોરોના સામે UPની લડાઈના WHOએ કર્યા વખાણ, યોગીએ અધિકારીઓ તેમજ જનતાને પાઠવ્યા અભિનંદન
ટૂગેધર ઓફ ઇન્ડિયા અંતર્ગત ફંડ આપાવા માટેની અપીલ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા WHOના મહાનિદેશક ટેડ્રોસ એડહોમ ધેબ્રાયિયસે જણાવ્યું કે, WHO ફાઉન્ડેશન સમગ્ર દુનિયામાં ભારતના આરોગ્ય કર્મચારીઓ માટે ઓક્સિજન, દવાઓ અને સુરક્ષાના ઉપકરણો ખરીદવા માટે ટૂગેધર ઓફ ઇન્ડિયા અંતર્ગત ફંડ આપાવા માટેની અપીલ કરી રહ્યા છીએ.