લખનઉ : સીએમ યોગી આદિત્યનાથની સૂચના પર ગૃહ વિભાગે શનિવારે મોડી રાત્રે પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યાની તપાસ માટે એક કમિશનની રચના કરી છે. ત્રણ સભ્યોનું ન્યાયિક પંચ બે મહિનામાં તપાસ પૂરી કરીને સરકારને રિપોર્ટ સોંપશે. આ કમિશનમાં બે નિવૃત્ત જજ અને એક પૂર્વ ડીજીપીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Atiq -Ashraf Murder case : અતીક-અશરફની હત્યા કરનારા ત્રણેય શૂટરોના 14 દિવસના રિમાન્ડ મંજૂર
સીએમ યોગીએ રચેલા કમિશનના સભ્યો કોણ છે : મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે જણાવ્યું હતું કે, શનિવારે પ્રયાગરાજની ઘટનાને ગંભીરતાથી લેતા સીએમ યોગી આદિત્યનાથે વિગતવાર તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવા સૂચના આપી હતી. આ પછી કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ 1952 હેઠળ ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ અરવિંદ કુમાર ત્રિપાઠી બીજા આ કમિશનના અધ્યક્ષ હશે અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી સુભેશ કુમાર સિંહ અને નિવૃત્ત જસ્ટિસ બ્રજેશ કુમાર સોની સભ્યો હશે. કમિશન બે મહિનામાં તપાસ પૂરી કરીને તેનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપશે.
આ પણ વાંચો :
ત્રણેય શૂટરોએ કર્યું હતું સરેન્ડર : પોલીસ શનિવારે રાત્રે અતીક અને અશરફને મેડિકલ ચેકઅપ માટે પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી. બંને ભાઈઓ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા કે તરત જ ત્રણ શૂટરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને અતિક અહેમદ અને અશરફની હત્યા કરી નાખી હતી. આ પછી, ત્રણેય શૂટરોએ પોતાને પોલીસને સોંપી દીધા હતા. જેમની ઓળખ કાસગંજ નિવાસી અરુણ મૌર્ય, હમીરપુર નિવાસી સની અને બાંદા નિવાસી લવલેશ તિવારી તરીકે થઈ છે. ત્રણેયનો લાંબો ગુનાહિત ઈતિહાસ છે.