- ઉત્તરપ્રદેશના રાજકારણમાં કદાવર નેતા કલ્યાણસિંઘ
- ભાજપ સાથે તેમનો લવ એન્ડ હેટ રીલેશનશિપનો ઇતિહાસ
- મુલાયમસિંહ યાદવ અને માયાવતીનો પણ લીધો હતો સાથ
લખનઉ : એવો સમય હતો જ્યારે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષ ( BJP ) યુપીના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંઘ ( Kalyan Singh ) માટે જાણીતો હતો. પરંતુ 1999 માં એક સંકટ જોવા મળ્યું, જ્યાં કેટલીક ઘટનાઓ બાદ બંને કટ્ટર હરીફ બન્યાં હતાં. જેના કારણે કલ્યાણસિંઘને ભાજપ પક્ષ છોડવાની ફરજ પડી હતી.
આ બન્યું હતું 2012માં, જ્યારે કલ્યાણસિંઘની જનક્રાંતિ પાર્ટીએ યુપી વિધાનસભાની ચૂંટણી લડી હતી. જે ભાજપને ( BJP ) તેના મજબૂત વિરોધી હોવાનો સ્પષ્ટ સંકેત આપતી હતી. 2021ની ચૂંટણીમાં ભાજપ 1991 પછીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને ફક્ત 47 બેઠકો મેળવી હતી. જ્યારે કલ્યાણસિંઘની ( Kalyan Singh ) પાર્ટીને વોટ-કટ પાર્ટી તરીકે ઓળખવામાં આવી હતી.
હાર્યાં પછી લાધ્યું હતું જ્ઞાન
જોકે પતન પછી બંનેએ, ભાજપ ( BJP ) અને કલ્યાણસિંઘે ( Kalyan Singh ) એકબીજાની તાકાતની અનુભૂતિ કરી અને 2013માં ફરી એક વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપમાં પાછા ફરવાની ઘોષણા કર્યા પછી યુપી ભાજપના પ્રભારી અમિત શાહે આ મામલે દખલ કરી હતી.ચૂંટણીમાં બંને પક્ષો ફરીથી વિજય ભણી ગયા અને ભાજપે ઉત્તરપ્રદેશના રાજકીય ઇતિહાસમાં પોતાનો કરિશ્મા બતાવ્યો.
2014ની ચૂંટણીમાં ભાજપ ( BJP ) અને તેના સાથી અપના દળે યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 73 બેઠક જીતી હતી. જેમાંથી એકલા ભાજપે 71 બેઠકો જીતી હતી. આના પગલે 2014માં કેન્દ્રમાં ભાજપને કુલમુખ્યત્યાર એવી સરકારની રચના કરવાનો મોકો મળ્યો હતો. 2017ની ચૂંટણીમાં પણ ભાજપને ફરીથી સત્તા મેળવવાની ધન્ય અનુભૂતિ મળી હતી.
શું કહે છે રાજકીય વિશ્લેષક વિજયશંકર પંકજ
રાજકીય વિશ્લેષક વિજયશંકર પંકજે કહ્યું કે રામમંદિર આંદોલને કલ્યાણસિંઘને ( Kalyan Singh ) શકિતશાળી બનાવ્યાં જેના પગલે તેમણે અન્ય નેતાઓને પોતાની સામે વામણાં માનવાનું શરૂ કર્યું હતું. વિજયશંકર પંકજે જણાવ્યું કે 'કલ્યાણસિંઘની તેમના પક્ષના ઘણાં નેતાઓ સાથે ગેરસમજને કારણે અંતર વધવા માંડ્યું. જ્યારે માયાવતી યુપીની ગાદી ભાજપના ટર્ન વખતે આપવા તૈયાર ન હતાં, જેને હેરાફેરીની સરકાર માનવામાં આવતી હતી. કલ્યાણને ભ્રમ હતો કે ભાજપ તેનો છે. કેન્દ્રીય નેતાઓ અને કલ્યાણસિંઘ વચ્ચેના તણાવને લીધે તેમને ભાજપ ( BJP ) છોડવાની ફરજ પડી હતી. આ કારણે ભાજપ અને કલ્યાણસિંઘ બંનેને નુકસાન થયું હતું.
પંકજે દાવો કર્યો હતો કે વધતા જતા અણબનાવથી કલ્યાણસિંહે અવાજ ઉઠાવ્યો હતો અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભાજપની ભૂલો છૂપાવવા માટેના માસ્ક જેવા ગણાવ્યાં હતાં.
કલ્યાણસિંઘેે ભાજપને મોટો ફટકો આ રીતે માર્યો હતો
ભાજપમાંથી ( BJP ) બહાર નીકળવાનો રસ્તો દેખાડાયાં બાદ કલ્યાણસિંઘેે ( Kalyan Singh ) જનક્રાંતિ પાર્ટીની રચના કરી. પાર્ટીએે 2002ની યુપી વિધાનસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપને 88 બેઠકો મળ્યાં બાદ ભારે નુકસાન થયું હતું. સપાએ 143, બસપાને 98, કોંગ્રેસને 25, આરએલડીની 14 બેઠકો અને કલ્યાણસિંઘની પાર્ટીને ફક્ત 04 બેઠકો મળી હતી.
કલ્યાણસિંઘ ફરી ભાજપમાં ( BJP ) જોડાયા પણ તેમની વાપસી સાથે પક્ષમાં વિખવાદ પણ વધ્યો. કલ્યાણસિંઘ ( Kalyan Singh ) પોતાને પક્ષના એક વૃદ્ધ અને વરિષ્ઠ સભ્ય માનતાં હતાં અને તેમની શરતો પર ભાજપને ચલાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં પરંતુ ઘણા મજબૂત નેતાઓએ તેમને 'બહારના' તરીકે ટાંચી લીધાં હતાં.
માયાવતી અને મુલાયમ ભણી વળ્યાં કલ્યાણસિંઘ
2007માં ભાજપે ( BJP ) વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન ન કર્યું અને માત્ર 51 બેઠકો મેળવી હતી. જોકે, બસપા પોતાના સામાજિક એન્જિનિયરિંગ ફોર્મ્યુલાથી બહુમતીનો આંકડો પાર કરવામાં સફળ રહી અને માયાવતી યુપીના મુખ્યપ્રધાન બન્યાં. આ સાથે ભાજપ અને કલ્યાણસિંહે ફરીથી તેમના રસ્તા અલગ કરી દીધાં અને 2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન કલ્યાણસિંઘેે ( Kalyan Singh ) મુલાયમસિંહ યાદવ સાથે હાથ મિલાવ્યાં.
આ ચૂંટણી કલ્યાણસિંહે એટાથી અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યાં હતાં પરંતુ તેઓ મુલાયમસિંહ સાથે સપા માટે પ્રચાર કરતાં જોવા મળ્યાં હતાં. કલ્યાણસિંઘની મુલાયમ સાથેની મિત્રતાએ સપાને આવરી દીધી હતી અને ચૂંટણીમાં તેને ફક્ત 24 બેઠકો મળી હતી. આ પરિણામ પછી મુલાયમસિંહ યાદવે કલ્યાણસિંઘથી ( Kalyan Singh ) દૂરી બનાવી દીધી. તેની સામે 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ( BJP ) પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું.
આ હતો કલ્યાણસિંઘનો ભાજપ સામેે સૌથી મોટો વાર
2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ( BJP ) ખૂબ મોટું નુકસાન થયું હતું. તેનું કારણ એ હતું કે કલ્યાણસિંઘે ( Kalyan Singh ) જનક્રાંતિ પાર્ટીના 200થી વધુ ઉમેદવારો ઉભા કરીને ભાજપ સામે જોરદાર મોરચો ખોલ્યો હતો. જો કે તેમના પક્ષને તો સફળતા ન મળી પણ ભાજપને 50 બેઠકોની અંદર સમેટી દીધો. ભાજપ તેના 1991 પછીના સૌથી નીચા આંકડે 47 બેઠકો પર પહોંચી ગયો હતો. આ વખતે રાજ્યની જનતાએ સમાજવાદી પાર્ટીને સત્તામાં આવવાની તક આપી અને ભારે બહુમતી સાથે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યાં હતાં. જે કલ્યાણસિંઘના અલગ થયા પછી ભાજપ માટે સૌથી મોટો ઝટકો બન્યો હતો.
ભાજપ અને કલ્યાણસિંઙ બંનેના ભ્રમનિરસન થયાં
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પી.એન.દ્વિવેદીનું માનવું છે કે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કલ્યાણસિંઘ ( Kalyan Singh ) અને ભારતીય જનતા પક્ષ ( BJP ) બંનેનો ભ્રમ તૂટી ગયો હતો. "કલ્યાણસિંઘ 2014ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં વળી જોડાયાં હતાં. તે કદાચ માત્ર એક યોગાનુયોગ હશે, પરંતુ ત્યારબાદથી ભાજપ સતત આગળ વધતો રહ્યો છે. કલ્યાણસિંઘ રાજકીય વિશ્વમાં જાતિથી ઉપર ઉઠતાં જોવા મળ્યાં હતાં. પણ, એક હકીકત એ પણ છે કે લોધ સમુદાય, જેમાંથી કલ્યાણસિંઘ આવતાં હતાં, તે યુપીમાં બહોળો સમુદાય છે અને લોધ સમુદાયના લોકો તેમને પોતાના નેતા માનતાં હતાં.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું સ્વાસ્થ્ય કથળ્યું, PGIના ICUમાં દાખલ કરાયા
આ પણ વાંચોઃ UP Assembly Election 2022: ભાજપ સંઘની સંકલન બેઠકનો આજે બીજો દિવસ