ETV Bharat / bharat

એવું તે શું થયું કે રાહુલ ગાંધીએ ટ્વિટર પર 50થી વધુ લોકોને અનફોલો કરવા પડ્યા? જુઓ - રાહુલ ગાંધી ટ્વિટર

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોઈકને કોઈક વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હવે તેમણે ટ્વિટર પર 50થી વધુ લોકોને અનફોલો કરતા તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. ત્યારબાદ ચારે તરફ ચર્ચા થઈ રહી હતી કે એવું તે શું થયું કે રાહુલ ગાંધીએ 50થી વધુ લોકોને અનફોલો કર્યા અને તે કોણ છે.

એવું તે શું થયું કે રાહુલ ગાંધીએ ટ્વિટર પર 50થી વધુ લોકોને અનફોલો કરવા પડ્યા? જુઓ

author img

By

Published : Jun 2, 2021, 9:35 AM IST

  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી આવ્યા ચર્ચામાં
  • રાહુલ ગાંધીએ 50થી વધુ લોકોને ટ્વિટર પર કર્યા અનફોલો
  • રાહુલ ગાંધીએ પોતાના સ્ટાફના લોકોને પણ કર્યા અનફોલો

ન્યૂઝ ડેસ્કઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને લઈને ચારે તરફ કૂતુહલ જોવા મળી રહ્યું છે. કારણ કે, રાહુલ ગાંધીએ ટ્વિટર પર 50થી વધુ લોકોને અનફોલો કર્યા છે. હવે આ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે રાહુલ ગાંધીએ કોને અનફોલો કર્યા છે અને કેમ. રાહુલ ગાંધીએ જેમને અનફોલો કર્યા છે તેમાં તેમના સ્ટાફના લોકો પણ સામેલ છે.

આ પણ વાંચો- જાવેદ જાફરીએ ફેક ન્યૂઝ ફેલાવનારા પર વરસાવ્યો ફિટકાર

નિખીલ અલ્વા, કૌશલ વિદ્યાર્થી, બૈજુ સહિત અનેક લોકોને અનફોલો કરાયા

રાહુલ ગાંધીએ ટ્વિટર પર નિખીલ અલ્વા, કૌશલ વિદ્યાર્થી, બૈજુ સહિત અનેક લોકોને અનફોલો કર્યા છે. પહેલા રાહુલ ગાંધીના એકાઉન્ટમાં નિખીલ અલ્વા દેખાતા હતા. જ્યારે સૂત્રો તરફથી માહિતી મળી તો પહેલાથી જ આ વાત પર ચર્ચા થઈ રહી હતી કે, રાહુલ ગાંધીએ પોતાની ઓફિસમાં કામ કરતા લોકોને ફોલો કેમ કરવું જોઈએ.

આ પણ વાંચો- રાષ્ટ્રીય મહિલા આયોગની ટ્વિટર સાઇટ પર અભદ્ર ભાષામાં લખાણ કરતા શખ્સની ધરપકડ

એકાએક શું થયું તેવી કર્મચારીઓમાં ચર્ચા

આ મામલા અંગે વિવાદ એટલે થયો કારણ કે, કોંગ્રેસમાં આ વાતની ચર્ચા છે કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી મળીને પાર્ટીમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યા છે. શરૂઆતમાં કેટલાક લોકોને લાગ્યું કે, એવું તો નથીને કે ઓફિસમાં કામ કરતા લોકોને છૂટા કરી દેવાયા હોય. એટલે કે ફેરફારનું કામ રાહુલ ગાંધીએ પોતાની ઓફિસથી જ શરૂ કર્યું હોય. બીજી તરફ એ પણ ચર્ચા હતી કે, ઓફિસમાં કેટલાક લોકો તો વર્ષો જૂના છે અને એકાએક શું થયું કે આ લોકો પણ યાદીમાંથી ગાયબ થઈ ગયા. રાહુલ ગાંધી સાથે કનિષ્ક સિંહ અને બૈજુ છેલ્લા 17 વર્ષથી કામ કરી રહ્યા છે. અલંકાર સેવઈને પણ 7 વર્ષ થઈ ગયા છે અને છેલ્લા 5 વર્ષથી તો કૌશલ વિદ્યાર્થી પણ સાથે છે.

પત્રકારોને પણ યાદીમાંથી દૂર કરાયા

આ ઉપરાંત સાંજે રાહુલ ગાંધીની ટીમે કેટલીક સોશિયલ ઈન્ફ્લ્યુઅન્સર્સ અને પત્રકારોને પણ યાદીમાંથી બહાર કરી દીધા છે. આ સિલસિલો રાત્રે સાડા આઠ વાગ્યા સુધી ચાલતો રહ્યો. ફોલો લિસ્ટમાં 50થી વધુ લોકોને હટાવવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસ પરિવારના પણ કેટલાક લોકોના નામ શામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.