ETV Bharat / bharat

મહિલા કેડેટ્સનું સમાન વ્યવહાર અને વ્યાવસાયિકતા સાથે NDAમાં સ્વાગત છેઃ આર્મી ચીફ - મહિલા કેડેટ્સ માટે એનડીએના દરવાજા ખોલ્યા

મહારાષ્ટ્રના પુણેમાં યોજાયેલી નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) કેડેટ્સની પાસિંગ આઉટ પરેડમાં જનરલ એમ.એમ નરવણેએ કહ્યું કે NDAમાં મહિલા કેડેટ્સનું સ્વાગત (WELCOME WOMEN CADETS TO NDA) કરવું જોઈએ.

આર્મી ચીફ
આર્મી ચીફ
author img

By

Published : Oct 29, 2021, 4:14 PM IST

  • NDAમાં મહિલા કેડેટ્સનું સ્વાગત
  • અમે મહિલા કેડેટ્સ માટે NDAના દરવાજા ખોલ્યા: જનરલ નરવણે
  • સમાન ધોરણો મુજબ વર્તન અને વ્યાવસાયિકતા સાથે આવકારવામાં આવશે

પુણે: આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણેએ શુક્રવારે મહિલા કેડેટ્સ માટે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)ના દરવાજા ખોલવાની સાથે જણાવ્યું હતું કે, અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓને સમાન ધોરણો મુજબ વર્તન અને વ્યાવસાયિકતા (EQUAL TREATMENT AND PROFESSIONALISM) સાથે આવકારવામાં આવશે. તેઓ અહીં NDAના 141મા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કર્યા બાદ કેડેટ્સને સંબોધિત કરી રહ્યા હતા.

અમે મહિલા કેડેટ્સ માટે એનડીએના દરવાજા ખોલ્યા: જનરલ નરવણે

જનરલ નરવણેએ કહ્યું, "અમે મહિલા કેડેટ્સ માટે એનડીએના દરવાજા ખોલ્યા હોવાથી અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે તેઓને ધારાધોરણો અનુસાર અને સમાન વ્યાવસાયિક ભાવના સાથે આવકારશો જેમ કે ભારતીય સશસ્ત્ર દળો વિશ્વભરમાં જાણીતા છે. સંરક્ષણ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મહિલા ઉમેદવારોને પણ NDA પ્રવેશ પરીક્ષા આપવાની મંજૂરી આપતું નોટિફિકેશન આવતા વર્ષે મેમાં બહાર પાડવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એનડીએમાં મહિલાઓનો પ્રવેશ બીજા એક વર્ષ માટે ટાળી શકાય નહીં અને મહિલા ઉમેદવારોને આ વર્ષે નવેમ્બરમાં જ પરીક્ષા આપવાની મંજૂરી આપી.

આ પણ વાંચો:- કેન્દ્રએ NDA પરીક્ષામાં મહિલાઓને સામેલ થવાની આપી મંજૂરી, સુપ્રીમ કૉર્ટને આપી જાણકારી

કોઈ એક સેવા દળ એકલું આધુનિક યુદ્ધ લડી કે જીતી શકતું નથી

આર્મી ચીફે કેડેટ્સને સમકાલીન પડકારોને પહોંચી વળવા નવી ટેકનોલોજીથી વાકેફ રહેવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ પરેડની સમીક્ષા કરીને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે અહીંથી તમે વધુ કેન્દ્રિત લશ્કરી તાલીમ માટે સંબંધિત કારકિર્દી સેવા અકાદમીઓમાં જશો. તમે અલગ-અલગ ગણવેશ પહેરશો પરંતુ હંમેશા યાદ રાખો કે કોઈ એક સેવા દળ એકલું આધુનિક યુદ્ધ લડી કે જીતી શકતું નથી.

આ પણ વાંચો:- મહિલાઓ NDAની પરીક્ષા આપી શકશે: સુપ્રીમ કોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.