નવી દિલ્હી: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ (Manish Sisodia Claim) CBIના એન્ટી કરપ્શન બ્યુરોના એક કર્મચારીની આત્મહત્યા (CBI Officer Suicide Case) અંગે વાત કરી હતી. પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, મારા પર ગેરકાયદેસર અને બનાવટી રીતે કેસ દાખલ કરવા માટે અધિકારી પર અન્યાયી રીતે દબાણ કરવામાં આવ્યું હશે. CBIમાં કાયદા વિષયના સલાહકાર જિતેન્દ્ર કુમાર પણ માનસિક રીતે દબાણમાં હતા.
મજબુર ના કરોઃ અધિકારી પર દબાણ કરીને તેને આત્મહત્યા કરવા મજબૂર (Manish Sisodia on CBI) કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા મનીષ સિસોદિયાએ કહ્યું કે તમે મને ફસાવવા માંગો છો, મને ફસાવો છો. મારા પર દરોડા પાડવા માંગો છો, દરોડા પાડો. તમે પણ મારી વિરુદ્ધ નકલી એફઆઈઆર નોંધવા માંગો છો, તે પૂર્ણ કરો. તમારે જે કરવું હોય તે કરો. પણ અધિકારીઓ પ્રેશરમાં આવીને આત્મહત્યા કરે એવું ન કરો.
પરિવારને અસરઃ મનીષ સીસોદિયાએ પોતાની વાત આગળ કરતા એવું પણ કહ્યું હતું કે, અધિકારીઓ પર આ રીતે દબાણ કરીને તેમને આત્મહત્યા કરવા મજબૂર ન કરો. આવી ઘટનાઓથી પરિવારો બરબાદ થઈ રહ્યા છે. મને ખૂબ જ દુઃખ થયું છે. સ્ટિંગ ઓપરેશન પર બોલતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા દિવસોથી બૂમો પાડી રહી છે કે કૌભાંડ થયું છે, કૌભાંડ થઈ ગયું છે. કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતું. CBIએ તપાસ કરાવી, દરોડા પાડ્યા, પરંતુ તે પછી પણ કંઈ મળ્યું નહીં. બધું ખોટું અને પ્રી પ્લાનિંગના ભાગરૂપે થઈ રહ્યું છે.