ETV Bharat / bharat

Vivek of Hardoi: વિવેક માંથી 'ઉમર' બનવાની હકિકત આવી સામે, જાણો કિશોરના મુખેથી કહેલી વાસ્તવિક કહાની... - ધર્મ પરિવર્તનનો મામલો

તાજેતરમાં જ મુઝફ્ફરનગરના એક મદરેસામાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો હતો. હરદોઈના વિવેક નામના કિશોરને ધર્મ પરિવર્તન કરાવીને ઉમર બનાવવાનો ચાર લોકો પર આરોપ હતો. આ મામલે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો અને વિવેકને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. હવે વિવેકે આ સમગ્ર મામલાની સત્યતા ઈટીવી સમક્ષ જાહેર કરી છે. આખરે શું છે તેની સંપૂર્ણ કહાની ચાલો જાણીએ.

7 વર્ષે ઘરે પરત ફર્યો વિવેક
7 વર્ષે ઘરે પરત ફર્યો વિવેક
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 10:15 AM IST

વિવેક માંથી ઉમર બનવાની વાસ્તવિક કહાની...

હરદોઈઃ હરદોઈ જિલ્લાના ગુસવાન ગામના રહેવાસી વીરેન્દ્ર કુમાર, પુત્ર વિવેક, પુત્રીઓ અને પત્ની સાથે ચંદીગઢમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતાં. ગત 17 માર્ચ, 2016ના રોજ તેમનો પુત્ર વિવેક, જે ચોથા ધોરણનો વિદ્યાર્થી હતો તે શાળાએ જવા નીકળ્યો હતો પરંતુ પાછો ઘરે પહોંચ્યો ન હતો. આથી પિતા વીરેન્દ્ર કુમારે 17 માર્ચ, 2016ના રોજ ચંદીગઢના મૌલિજાગરા પોલીસ સ્ટેશનમાં પુત્ર વિવેકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જોકે, ગત 4 ઓક્ટોબરે વિવેક મુઝફ્ફરનગરના એક જનસેવા કેન્દ્ર પર આવ્યો અને આધાર કાર્ડમાં સુધારો કરવા કહ્યું, અને અહીંથી જ તેના સંકેત મળ્યાં અને તે તેના પરિવારને મળી શક્યો.

વિવેકે કહ્યું, સ્વેચ્છાએ કર્યુ ધર્મ પરિવર્તન: વિવેકે ઈટીવીને જણાવ્યું હતું કે, તેણે પોતાની સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યુ છે. તેને આવું કરવા માટે કોઈએ દબાણ કર્યું નથી. તેમજ તે સ્વેચ્છાએ તેના મિત્ર આરીફ સાથે સહારનપુર ગયો હતો અને તેના ઘરે રોકાયો હતો. ત્યાર બાદ તેણે મદરેસામાં અભ્યાસ કર્યો. તેણે કહ્યું કે, ત્યાં તેની સાથે કોઈ ગેરવર્તણૂક કરવામાં આવી નથી કે દબાણ કરવામાં આવ્યું નથી. તેણે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું.

માતા-પિતાએ મદરેસા પર લગાવ્યા ગંભીર આરોપઃ આ સમગ્ર મુદ્દે વિવેકના માતા-પિતાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેમના પુત્રને મદરેસામાં સાડા સાત વર્ષથી બળજબરીથી બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો. કોઈએ તેને આ વિશે જાણ કરવાનું પણ જરૂરી સમજ્યુ ન્હોતું. તેણે મદરેસા મેનેજમેન્ટ પર તેમને અંધારામાં રાખવા અને તેમના પુત્રનું ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. પિતા વીરેન્દ્રની ફરિયાદ પર મુઝફ્ફરનગરના ચરથાવલ પોલીસ સ્ટેશનમાં નાગલા રાયના વડા અફસરૂન, જામિયા ઉસ્માનિયા ઈસ્લામિયાના મૌલવી, મતલૂબ અને મૌલાના મુકર્રમ જમાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

આધાર કાર્ડમાં સુધારોથી મળી લિન્ક: વિવેકે જણાવ્યું હતું કે, જ્યારે તે પોતાનું નામ વિવેકથી મોહમ્મદ ઉમર કરાવવા માટે જનસેવા કેન્દ્રમાં સુધારો કરવા ગયો ત્યારે આધાર કાર્ડમાં મોહમ્મદ ઉમરનું નામ અને સરનામું હરદોઈના એક હિન્દુ વ્યક્તિના નામે નોંધાયેલું હતું. જેથી સેન્ટર સંચાલકે આ મામલે મુઝફ્ફરનગર પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ કિશોરના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને મુઝફ્ફરનગર બોલાવવામાં આવ્યા હતા. તપાસમાં કિશોરનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો અને તેને મદરેસામાં બંધ રાખવાનો મામલો બહાર આવ્યો. હાલ તો કિશોરને મદરેસામાંથી મુક્ત કરાવીને અધિકારીઓની હાજરીમાં તેના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યો છે અને પરિવાર તેમના પુત્રને લઈને તેમના વતન આવી ગયાં છે.

  1. Viral Video : હરદોઈમાં મોર અને પોલીસકર્મીની મિત્રતાનો વિડીયો વાયરલ
  2. દિલ્હી હોરર જેવી ઘટના, વિદ્યાર્થીને કારમાં 1 કિલોમીટર સુધી ઘસડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.