ETV Bharat / bharat

વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરાનું દિલ્હીની ફોર્ટીસ હોસ્પીટલમાં નિધન - Veteran Congress leader Motilal Vora

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું દિલ્હીની ફોર્ટીસ હોસ્પીટલમાં નિધન થયું છે. તેઓ તાજેતરમાં જ 93 વર્ષના થયા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સ (એઇમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરાનું દિલ્હીની ફોર્ટીસ હોસ્પીટલમાં નિધન

author img

By

Published : Dec 21, 2020, 4:27 PM IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન
  • દિલ્હી એઇમ્સ ખાતે કોરોનાની સારવાર લઇ રહ્યા હતા

નવી દિલ્હી: કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું દિલ્હીની ફોર્ટીસ હોસ્પીટલમાં નિધન થયું છે. તેઓ છત્તીસગઢથી રાજ્યસભા સાંસદ હતા. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા પક્ષમાં ફેરબદલી થઇ તે પહેલા AICCના જનરલ સેક્રેટરી પણ હતા.

રાજકારણમાં આવતા પહેલા અખબારોમાં કામ કર્યુ હતું

તેઓ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. રાજકારણમાં આવતા પહેલા તેમણે કેટલાક અખબારો માટે કામ કર્યુ હતું. તેઓ વર્ષ 1972માં તેમની પહેલી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ વર્ષ 1983માં કેન્દ્રીય પ્રધાન અર્જુન સિંહની કેબીનેટમાં સામેલ થયા હતા. વર્ષ 1985માં તેમણે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. વર્ષ 1993માં તેમણે ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકે પણ સેવાઓ આપી હતી.

1998 ની લોકસભાની ચૂંટણી જીત્યા હતા

રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ સમાપ્ત થયા પછી તેમણે મધ્ય પ્રદેશના રાજનાંદગાંવ મત વિસ્તારમાંથી 1998 ની લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા, ત્યારપછી તેઓ ભાજપના ડૉ. રામનની સામે ચૂંટણી હારી ગયા હતા. તેમણે છત્તીસગઢથી રાજ્યસભાના સાંસદ તરીકે ચાર કાર્યકાળ સુધી સેવાઓ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.