ETV Bharat / bharat

સૌથી સારી સુવિધા આપવામાં વારાણસીનું લાલ બહાદૂર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહેલા ક્રમાંકે

વારાણસીના બાબતપુરમાં આવેલા લાલ બહાદૂર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કારણ કે, દેશના 22 એરપોર્ટમાંથી તે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. આ એરપોર્ટ પ્રવાસીઓને સૌથી સારી સુવિધા આપી રહ્યું હોવાનું સાબિત થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસકામોને ધ્યાનમાં રાખી આ રેન્કિંગ કરાયું છે. આ રેન્કિંગ એરપોર્ટના પ્રવાસીઓને સૌથી સારી સુવિધા આપી રહ્યું છે.

સૌથી સારી સુવિધા આપવામાં વારાણસીનું લાલ બહાદૂર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહેલા ક્રમાંકે
સૌથી સારી સુવિધા આપવામાં વારાણસીનું લાલ બહાદૂર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહેલા ક્રમાંકે
author img

By

Published : Feb 25, 2021, 8:48 AM IST

  • અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ બીજા ક્રમાંકે
  • લખનઉના ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટને ત્રીજો ક્રમાંક મળ્યો
  • એરપોર્ટ પર પ્રવાસીઓને મળતી સુવિધા અંગે 22 એરપોર્ટનો સરવે કરાયો

વારાણસીઃ વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસકામોને ધ્યાનમાં રાખી બાબતપુર સ્થિત લાલ બહાદૂર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહેલા ક્રમાંકે આવ્યું છે. પ્રવાસીઓને સૌથી સારી સુવિધા આપવા માટે આ ક્રમાંક આપવામાં આવ્યો છે. કુલ 22 એરપોર્ટમાંથી આ એરપોર્ટે પહલો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બીજો અને લખનઉના ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટને ત્રીજો ક્રમાંક મળ્યો છે.

એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દર વર્ષે એરપોર્ટ સર્વિસ ક્વાલિટી સર્વે કરે છે

એરપોર્ટ પર પ્રવાસીઓને મળતી સુવિધાઓ અંગે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ તરફથી દર વર્ષે એરપોર્ટ સર્વિસ ક્વાલિટી સર્વે કરવામાં આવે છે. જાન્યુઆરી 2020થી ડિસેમ્બર સુધી કરાયેલા આ સરવેમાં વારાણસી એરપોર્ટને 4.94ની રેટિંગ મળ્યું છે. જ્યારે 2019માં વારાણસી એરપોર્ટને 4.80 રેટિંગ મળ્યું છે. જ્યારે બીજા નંબર પર અમદાવાદના એરપોર્ટને 4.93, લખનઉ એરપોર્ટને 4.93 અને અમૃતસર એરપોર્ટને પણ 4.93 રેટિંગ મળ્યું છે. આ સરવેમાં વારાણસી, અમદાવાદ, લખનઉ, અમૃતસર, ગોવા, ત્રિવેન્દ્રમ, ઇન્દોર, શ્રીનગર, કાલીકટ, રાયપુર, કોલકાતા, જયપુર સહિત 22 એરપોર્ટને સામેલ કરવામાં આવ્યા હતા.

નારસ એરપોર્ટને દેશમાં પ્રથમ અને વિશ્વમાં 29મો ક્રમાંક મળ્યો

આ અંગે એરપોર્ટ ડિરેક્ટર આકાશદીપ માથુરે કહ્યું કે, આ સર્વે માટે એશિયાઈ તરફથી પ્રવાસીઓ પાસે એરપોર્ટ પર મળનારી સુવિધાઓ અંગે ફીડબેક ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, જેમાં એરપોર્ટ પર ઉપલબ્ધ વાહન સુવિધા, પાર્કિંગ સુવિધા, પાર્કિંગ ચાર્જ, સિક્યોરિટી, કર્મચારીઓના વ્યવહાર વગેરે જેવા 33 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સાથે જ બનારસ એરપોર્ટને દેશમાં પ્રથમ અને વિશ્વમાં 29મો ક્રમાંક મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.