ઉત્તરાખંડ : ગુરુવારે સાંજે તરસાલીમાં એક ટેકરી પરથી પથ્થરો સહિત ભારે કાટમાળ પડ્યા બાદ કેદારનાથ હાઈવેનો 60 મીટરનો ભાગ તૂટી પડ્યો હતો. આ દરમિયાન એક વાહન પણ કાટમાળમાં દટાયું હતું. ઘટનાસ્થળેથી આજે કાટમાળ હટાવવામાં આવ્યો હતો. જે બાદ વાહન સહિત પાંચ મૃતદેહ મળી આવ્યા છે. પાંચમાંથી એક મૃતદેહની ઓળખ ગુજરાતના મુસાફર તરીકે થઈ છે.
કાટમાળમાં વાહન દટાતા પાંચ મૃતદેહો મળી આવ્યા : તરસાલી પાસે કેદારનાથ નેશનલ હાઈવે 23 કલાકથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે સાંજે હાઇવે પરના ટેકરી પરથી પથ્થર તૂટવાને કારણે ભારે કાટમાળ આવી ગયો હતો. જે બાદ હાઈવે બંધ થઈ ગયો છે. હાઈવે બંધ થવાને કારણે કેદારનાથ ધામમાં જનારા અને જતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે. તમામ માર્ગો ખૂલવાની રાહ જોવાઈ રહી છે.
મૃતકો ગુજરાતના હોવાની આશંકા : જિલ્લા આપત્તિ પ્રબંધન અધિકારી નંદન સિંહ રાજવરે જણાવ્યું કે, ફાટા તરસાલીમાં ભારે વરસાદને કારણે કેદારનાથ નેશનલ હાઈવે અવરોધાયો છે. માર્ગ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ધુમ્મસ અને પહાડી પરથી પથ્થરો પડવાને કારણે મુસાફરીનો માર્ગ ખોલવામાં મુશ્કેલી પડી હતી. અહીં જેસીબી મશીનથી કાટમાળ હટાવવાની કામગીરી સતત ચાલી રહી હતી. મોડી સાંજે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન વાહન સહિત પાંચ મૃતદેહ મળી આવ્યા છે. પાંચમાંથી એક મૃતદેહની ઓળખ ગુજરાતના મુસાફર તરીકે થઈ છે.