ન્યૂઝ ડેસ્ક : શરણાઇનો સમાનાર્થી તરીકે ઓળખાતા ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંની તેમના જ જિલ્લામાં અવગણના થાય છે. સ્થાનિક અધિકારીઓની ઉદાસીનતા કારણે તેમના નિધનના 15 વર્ષ પછી પણ તેમને લોકો યાદ રાખે તેવી કોઇ પહેલ કરવામાં આવી નથી જેના કારણે આવનારી પેઢી બિસ્મિલ્લાહ ખાંને ફક્ત પુસ્તકોના માધ્યમથી જ યાદ રાખી શકશે.
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંનો જન્મ 21 માર્ચ 1916ના રોજ ડુમરાવ શહેરમાં ઠઠેરી બજારમાં બચઇ મિંયાના ઘરે થયો હતો. જેમણે શરણાઇ વાદનથી સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી. જો કે હવે આ સિતારો પોતાના જ ઘરમાં ગુમ થઇ ગયો છે
સમગ્ર જિલ્લામાં નથી કોઇ પ્રતિક
ડુમરાવની ગલીઓથી માંડીને દેશના તમામ ખૂણામાં લોકોને પોતાની ધૂનથી ભાવવિભોર કરનાર ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં તેમની જમીન પર જ ઉપક્ષિત છે. 21 ઑગસ્ટ 2006માં તેમનું નિધન થયું હતું તે ઘટનાને 15 વર્ષ થયા છતાં કોઇ પણ સ્થાનિક અધિકારીએ તેમની યાદને સાચવવાનું કાર્ય કર્યું નથી. આજે પણ તેમના જિલ્લામાં તેમના નામનું કોઇ ભવન, સંગ્રહાલય, શાળા કે સંગીત અકાદમી નથી.
ફક્ત વાતો સાબિત થઇ પ્રધાનોની વાતો
2019માં લોકસભાની ચૂંટણી પહેલાં 2018માં કેન્દ્રીય સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અને સ્થાનિક સાંસદ અશ્વિની કુમાર ચૌબે બિસ્મિલ્લા ખાંની યાદને સાચવવા માટે અનેક ઘોષણાઓ કરી હતી. ડુમરાવ રેલ્વે સ્ટેશનની ટિકીટ બારીની દિવાલ પર તેમના શરણાઇ વગાડતા ચિત્રો પર બનાવડાવ્યા હતાં પણ ચૂંટણી જીત્યા બાદ તમામ વાયદાઓ ભુલાઇ ગયા.
વધુ વાંચો : કથકલી નૃત્ય સમ્રાટ પદ્મશ્રી ચેમનચેરી કુનિરામન નાયરનું 105 વર્ષની વયે નિધન
બિસ્મિલ્લાં ખાંની પૈત્રિક જમીન પર અન્ય લોકોનો કબ્જો
જે જગ્યાએ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંનો જન્મ થયો હતો તે જગ્યાના મોટાભાગના અધિકારીઓને તેમના પૈત્રિક આવાસનો રસ્તો ખબર નથી. સ્થાનિક અધિકારીઓની ઉદાસિનતાના કારણે તેમની પૈત્રિક આવાસ પર સ્થાનિક લોકોએ કબ્જો કરી લીધો છે. અનેક સામાજિક કાર્યકર્તાઓએ આ અંગે ફરીયાદ કરી છતાં તેના પર કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું નથી.
વધુ વાંચો : પ્રતિષ્ઠિત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું 95 વર્ષની વયે નિધન
શું કહે છે સ્થાનિક લોકો
સ્થાનિક લોકોનું કહેવું છે કે આજે પણ દેશના કોઇ પણ ખૂણામાં જઇએ છીએ ત્યારે ગર્વથી કહી શકીએ છીએ કે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં મારા શહેરના છે. ત્યારે લોકો અમને સન્માનની દ્રષ્ટ્રીએ જૂએ છે. પણ આજે પોતાના જ ઘરમાં તેમને તેમની અવગણના થાય છે. લાંબા સમયથી તેમની પૈત્રિક જમીન પર સંગીત અકાદમી બનાવવાની માંગ ઉઠી રહી છે પણ એ વાત પર કોઇએ ધ્યાન આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી વખતે નેતાઓએ અનેક ચૂંટણી વાયદાઓ કર્યા હતાં. ચૂંટણી પૂર્ણ થયા બાદ તે વાયદાઓ વિસરાઇ જાય છે. ધીમે ધીમે ઉસ્તાદ બિસમિલ્લાહ ખાં પણ પુસ્તકોમાં જ સમેટાઇ જશે.