- ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કરવાના આરોપમાં ATS દ્વારા 2 લોકોની ધરપકડ
- ISI અને વિદેશમાંથી ફંડિંગ થઇ રહ્યું હોવાનું સામે આવ્ચું
- નવી દિલ્હીથી જહાંગીર અને ઉમર ગૌતમ નામના બે એવા આરોપીઓની ધરપકડ કરાઇ
લખનઉ : ઉત્તર પ્રદેશ ATS ( up ats )ને મોટાપાયે ધર્મ પરિવર્તન ( religious conversion )ની સૂચના વારંવાર મળી રહી હતી. જેમાં મૂક-બધિર વિદ્યાર્થી, ઓછી આવક વાળા લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ ATS દ્વારા આ અંગે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ISI અને વિદેશમાંથી ફંડિંગ થઇ રહ્યું હોવાનું સામે આવ્ચું છે.
ATSએ જામિયા નગર નવી દિલ્હીથી જહાંગીર અને ઉમર ગૌતમ નામના બે એવા આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન ( religious conversion ) કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ઇસ્લામિક દાવા સેન્ટર નામની સંસ્થાનું નામ ખુલ્યું છે, જેનું સંચાલન ઉમર ગૌતમ કરી રહ્યો હતો.
નોકરી, લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે
ATSએ જામિયા નગર નવી દિલ્હીથી જહાંગીર અને ઉમર ગૌતમ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવતા હતા. આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા ઇસ્લામિક સેન્ટર નામની સંસ્થાનું નામ પણ ખુલ્યું છે. જેનું સંચાલન ઉમર ગૌતમ કરી રહ્યો હતો. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરથી સંચાલિત નોઇડા ડેફ સોસાયટીના મૂક-બધિર વિદ્યાર્થીઓને નોકરી, લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન ( religious conversion ) કરવામાં આવી રહ્યું છે.
1000થી વધુ લોકોનું કરવામાં આવ્યું ધર્મ પરિવર્તન
ATS ( up ats ) દ્વારા પૂછપરછ કરવામાં આવતા આરોપીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, કાનપુન, વારાણસી સાથે સાથે અર્ધા ડઝન જિલ્લાના મૂક-બધિર અને ગરીબ લોકોનું ધર્મ પરિવર્તન ( religious conversion ) કરાવવામાં આવ્યું છે. આ સાથે આવા લોકોની યાદી પણ ATSને મળી છે. હાલ મોટાપાયે ધર્મ પરિવર્તનમાં ઘણા લોકો શામેલ છે. જેની તપાસ ATS દ્વારા કરવામાં આવી રહી છે.
મૂક વધિર વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું ધર્મ પરિવર્તન
ગૌતમ બુદ્ધ નગરમાં સંચાલિત નોઇડા ડેફ સોસાયટીમાં જે મૂક-બધિર વિદ્યાર્થીઓ માટેની આવાસીય શાળા છે. જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોકરી, લગ્ન અને પૈસાની લાલચ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે, આ અંગે તેમનો પરિવાર પણ અજાણ છે. આ સાથે તેમને એવી જાણકારી મળી હતી કે, તેમના બાળકોનું ધર્મ પરિવર્તન ( religious conversion ) કરીને દક્ષિણ ભારતના કોઇ રાજ્યમાં લઇ જવામાં આવ્યા છે.
બેરોજગારીનો ફાયદો ઉઠાવી યુવકોનું કરવામાં આવ્યું ધર્મ પરિવર્તન
ATS ( up ats ) દ્વારા પકડાયેલા આરોપી ઉમર ગૌતમે જણાવ્યું હતું કે, તેમને એવા ગરીબ પરિવાર, બેરોજગાર યુવક યુવતીઓ સાથે સાથે મૂક બધિર વિદ્યાર્થીઓને ટાર્ગેટ કર્યા હતા. જે બાદ તેમના મનમાં ધર્મ પ્રત્યે નફરત પૈદા કરી હતી, જે બાદ તેમને લાલચ આપીને અને ડરાવીને ધર્મ પરિવર્તન ( religious conversion ) કરાવ્યું હતું.
આ પણ વાંચો -
- Love jihad : રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ
- Love jihadનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો
- ધર્મ પરિવર્તન કરનારી દીકરી પરત ઘરે ફરે એ પૂર્વે જ પિતાનું મોત
- ઉત્તર પ્રદેશના બરેલીમાં પોલીસે Love jihadનો પ્રથમ કેસ નોંધ્યો
- અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, લગ્ન માટે ધર્મ પરિવર્તન માન્ય નહી
- પાકિસ્તાનમાં શીખ યુવતીને ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવતાં દિલ્હીમાં શીખ સમુદાયનો વિરોધ
- ભરૂચમાં મુસ્લિમ યુવતીને ધર્મપરિવર્તન કરાવવા મુદ્દે આવેદનપત્ર
- અંબાજીમાં ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના સંચાલકો સામે ધર્મ પરિવર્તન અને આદિવાસી લોકોની જમીન પડાવી લેવાના આક્ષેપ