- ધોવાણના કારણે ગંગાની રેતીમાં દટાયેલા મૃતદેહોને (Dead body) નદીમાં ઉતરવા લાગ્યા છે
- છેલ્લા ત્રણ દિવસથી ગંગા(Ganga)ની જળ સપાટી વધી રહી છે
- બક્સર ઘાટ પર ગંગાના કાંઠે અનેક મૃતદેહોને દફનાવવામાં આવ્યા
ઉન્નાવ: છેલ્લા ત્રણ દિવસથી ગંગા(Ganga)ની જળ સપાટી વધી રહી છે અને ઘણી જગ્યાએ ધોવાણ શરૂ થઈ ગયું છે. ધોવાણના કારણે ગંગાની રેતીમાં દટાયેલા મૃતદેહોને (Dead body) નદીમાં ઉતરવા લાગ્યા છે. સાથે જ, અધિકારીઓ પણ આ વાતનો ઇનકાર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ કન્નૌજમાં મહાદેવી ગંગાઘાટ પર મૃતદેહોને રેતીમાં દફનાવવામાં આવી રહ્યા છે
ગંગાના કાંઠે અનેક મૃતદેહોને દફનાવવામાં આવ્યા
બીઘાપુરના એસડીએમનો દાવો છે કે, તેમણે પોલીસ અધિકારીઓની સાથે ગંગાનું નિરીક્ષણ પણ કર્યું છે. આ સમય દરમિયાન તેને કોઈ મૃતદેહ દેખાયો ન હતો. તાજેતરમાં જ જિલ્લાના બક્સર ઘાટ પર ગંગાના કાંઠે અનેક મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા, જેના સમાચાર પ્રકાશિત થયા બાદ વહીવટી તંત્રે મૃતદેહોને યોગ્ય રીતે ઢાંકી દીધા હતા.
ઉન્નાવના બક્સર ઘાટનો કિસ્સો
ઉન્નાવના બીઘાપુર તહસીલ વિસ્તારમાં આવેલા બક્સર ઘાટ પર લગભગ 20દિવસ પહેલા નદી કિનારે અને વહેણ વચ્ચે લગભગ 12 જેટલા મૃતદેહો દફનાવવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણે જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં સેંકડો શંકાસ્પદ મોત બાદ પરિવારે મૃતદેહોને દફનાવી દીધા હતા અને કેટલાક લોકોએ મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો. ગંગા નદીની મધ્યમાં ટેકરા પર દફનાવવામાં આવેલા મૃતદેહો, ધોવાણ થવાથી તે મૃતદેહ નદીમાં નીચે ઉતરવા લાગ્યા હતા. આ મૃતદેહને પક્ષીઓ ચાંચ મારતા જોવા મળ્યા હતા.
કોણ બોલી રહ્યું છે ખોટુ- અધિકારી, ગ્રામીણ અથવા વીડિયો
ગંગામાં મૃતદેહ ઉતરવાના સમાચાર મળતા જ અધિકારીઓ નિરીક્ષણ માટે આવ્યા હતા. એસડીએમ બીઘાપુર દયાશંકર પાઠકે જણાવ્યું હતું કે, તેમણે પોલીસ અધિકારીઓ સાથે ગંગાનું નિરીક્ષણ કર્યું હતું. આ સમય દરમિયાન, તેઓએ કોઈ મૃતદેહો વહેતા જોયા ન હતા, જ્યારે સ્થાનિક ગ્રામજનોએ દાવો કર્યો છે કે, તેઓએ ઘણા મૃતદેહોને નીચે ઉતરતા જોયા છે. ગામલોકોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 50થી વધુ મૃતદેહો ધોવાઇ ગયા છે.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત
એસડીએમએ નકાર્યુ
બક્સર ઘાટમાં ગંગાની સાથે વહેતી લાશ વિશે પૂછતાં બીઘાપુરના એસડીએમ દયાશંકર પાઠકે કહ્યું કે, તેમણે પોલીસ સાથે મળીને ગંગાની તપાસ કરી છે અને ગંગામાં કોઈ મૃતદેહ વહેતી જોવા મળી નથી.