ETV Bharat / bharat

કેન્દ્રિય ગૃહપ્રધાન આજે વીડિયો કોન્ફરન્સથી યાસ વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક યોજશે

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે યાસ વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરવા એક બેઠક યોજશે. આ વીડિયો કોન્ફરન્સથી યોજાતી બેઠકમાં તેઓ ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને અંદમાન-નિકોબાર દ્વિપ સમુહના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરશે.

કેન્દ્રિય ગૃહપ્રધાન આજે વીડિયો કોન્ફરન્સથી યાસ વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક યોજશે
કેન્દ્રિય ગૃહપ્રધાન આજે વીડિયો કોન્ફરન્સથી યાસ વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક યોજશે
author img

By

Published : May 24, 2021, 11:10 AM IST

  • બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડાનો સામનો કરવા કેન્દ્રિય ગૃહપ્રધાને આજે યોજશે બેઠક
  • ગૃહપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજી મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરશે
  • ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને અંદમાન-નિકોબાર દ્વિપ સમુહના ઉપરાજ્યપાલ સાથે થશે ચર્ચા

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં આવનારા યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે સોમવારે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજશે. ગૃહપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને અંદમાન-નિકોબાર દ્વિપ સમુહના ઉપરાજ્યપાલની સાથે વાતચીત કરશે. તે દરમિયાન ગૃહપ્રધાન યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખી કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરશે.

આ પણ વાંચો- આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીબીઆઈના વડાની નિમણૂક માટે યોજાશે બેઠક

સોમવાર સુધી વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાઃ IMD

ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર, બંગાળની ખાડીમાં દબાણવાળો વિસ્તાર સોમવાર સુધી વાવાઝોડું યાસમાં ફેરવાઈ જશે. આ ખૂબ જ ગંભીર વાવાઝોડાના સ્વરૂપમાં 26 મેએ બંગાળ અને ઓડિશાના તટને પાર કરશે. IMDના જણાવ્યા મુજબ, 24 મેની સવારે સુધી વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો- યાસ વાવાઝોડા અંગે PM મોદીએ બેઠક યોજી પૂર્વતૈયારીઓની કરી સમીક્ષા

ભારતીય વાયુ સેના પણ ખડે પગે ઉભી છે

યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખી ભારતીય વાયુ સેના પણ ખડે પગે ઉભી છે. તોફાનની સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી કરવા માટે વાયુ સેનાએ 11 વિમાન અને 25 હેલિકોપ્ટર તૈયાર કરી લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.