ETV Bharat / bharat

કેન્દ્રીય કેબિનેટે સમગ્ર શિક્ષા અભિયાન 2.0 ને આપી મંજૂરી - માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર

કેન્દ્રીય કેબિનેટ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન -2.0 ( Samagra Shiksha Abhiyan 2.0 ) ને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi )ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2026 સુધી સમગ્ર શિક્ષા અભિયાનને લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ અભિયાનમાં 2.94 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

કેન્દ્રીય કેબિનેટે સમગ્ર શિક્ષા અભિયાન 2.0 ને આપી મંજૂરી

author img

By

Published : Aug 4, 2021, 9:10 PM IST

  • કેન્દ્રીય કેબિનેટ સમગ્ર શિક્ષા અભિયાન અંગે લેવાયો નિર્ણય
  • માહિતી અને પ્રસારણ પ્રધાન અને શિક્ષણ પ્રધાને આપી માહિતી
  • સમગ્ર શિક્ષા અભિયાનને લંબાવવાની મંજૂરી આપવામાં આવી

નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટ દ્વારા બુધવારે સમગ્ર શિક્ષા અભિયાન -2( Samagra Shiksha Abhiyan 2.0 ) ને મંજૂરી આપવામાં આવી છે, જેના પર લગભગ 2.94 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર ( Information and Broadcasting Minister Anurag Thakur ) અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને( Education Minister Dharmendra Pradhan ) આ માહિતી આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Narendra Modi )ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2026 સુધી સમગ્ર શિક્ષા અભિયાનને લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: શિક્ષા અભિયાન અંતર્ગત 6થી 14 વર્ષના શાળા બહારના બાળકોને અપાશે શિક્ષણ

અભિયાનમાં 2.94 લાખ કરોડનો ખર્ચ કરાશે

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે, સમગ્ર શિક્ષા અભિયાન -2.0 પર 2.94 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ રકમમાં કેન્દ્રનો હિસ્સો 1.85 લાખ કરોડ રૂપિયા હશે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારી અને સરકારી સહાયિત 11.6 લાખ શાળાઓ, 15.6 કરોડ બાળકો અને 57 લાખ શિક્ષકો આ અભિયાનમાં શામેલ થશે.

શિક્ષણ પદ્ધતિઓ વિકસાવાશે

પ્રધાને વધુમાં જણાવ્યું કે, સમગ્ર શિક્ષા અભિયાન -2.0 હેઠળ, આગામી કેટલાક વર્ષોમાં, શાળાઓમાં તબક્કાવાર બાલવાડી, સ્માર્ટ વર્ગખંડો, પ્રશિક્ષિત શિક્ષકો ગોઠવવામાં આવશે અને માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક શિક્ષણ અને સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિઓ વિકસાવવામાં આવશે.

સમગ્ર શિક્ષા અભિયાનનું વિસ્તરણ

સમગ્ર શિક્ષા અભિયાનના વિસ્તરણના ભાગરૂપે, વિવિધ પૃષ્ઠભૂમિ, બહુભાષીય જરૂરિયાતો અને બાળકોની વિવિધ શૈક્ષણિક ક્ષમતાઓનું ધ્યાન રાખતી શાળાઓમાં એક સર્વસમાવેશક અને સુખી વાતાવરણ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, આ અંતર્ગત તબક્કાવાર રીતે બાલવાડીની સ્થાપના સાથે, શિક્ષક પાઠ્ય સામગ્રી (TLM) તૈયાર કરવામાં આવશે, તેમજ સ્માર્ટ વર્ગખંડોની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: સર્વ શિક્ષા અભિયાન કચેરીની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી

સર્વગ્રાહી રિપોર્ટ કાર્ડની પ્રક્રિયા

તેમણે જણાવ્યું કે, સમગ્ર શિક્ષા અભિયાનનો વ્યાપ વધારતી વખતે, ખાસ સહાયની જરૂરિયાત ધરાવતી છોકરીઓ માટે અલગ માનદની જોગવાઈ, શિક્ષણ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, શિક્ષકોની ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાને કહ્યું કે આ અંતર્ગત કસ્તૂરબા ગાંધી કન્યા શાળાઓનો વ્યાપ વધારવા અને અપગ્રેડેશન અને 'સર્વગ્રાહી' રિપોર્ટ કાર્ડની પ્રક્રિયાને અમલમાં મૂકવા પર ભાર મૂકવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.