નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર 2022 (Budget Session 2022)નો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ (Union Budget 2022) લોકસભામાં રજૂ કર્યું. બજેટમાં નાણા મંત્રાલયે રેલવે ક્ષેત્ર માટે મોટી જાહેરાતો કરી છે.
- આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો (Union Budget Railway) શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Budget session 2022: આ 10 મહત્વપૂર્ણ બાબતોથી જાણો બજેટ 2022, 5 ચૂંટણી રાજ્યો પર ફોકસની આશા
2021ના સામાન્ય બજેટમાં રેલ્વે
અગાઉ, ફેબ્રુઆરી 2021ના સામાન્ય બજેટમાં, નાણાપ્રધાન એ કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22માં રેલવેને રેકોર્ડ 1,10,055 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 1,07,100 કરોડ મૂડી ખર્ચ માટે છે. નાણાપ્રધાનએ કહ્યું કે, રેલવે માલસામાન ટ્રેનો માટે અલગથી બનાવેલા સ્પેશિયલ કોરિડોર બજારમાં મૂકશે. આ સિવાય શહેરી વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે 18,000 કરોડ રૂપિયાની યોજનાની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: સામાન્ય બજેટ પાસેથી વિશેષ અપેક્ષા! નિર્મલાનાં આઈપેડ પર કરદાતાઓની નજર, ખિસ્સું ભરાશે કે કપાશે?
બ્રોડગેજ રેલ ટ્રેક
શહેરી વિસ્તારોમાં જાહેર પરિવહનના મજબૂતીકરણનો ઉલ્લેખ કરતા, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે ડિસેમ્બર 2023 સુધીમાં, બ્રોડગેજ રેલ ટ્રેકનું 100 ટકા વિદ્યુતીકરણ થશે. રેલ્વે પ્રધાનએ કહ્યું હતું કે, રેલ્વે માટે રેકોર્ડ 1,10,055 કરોડ રૂપિયા આપવામાં આવશે, જેમાંથી 2021-22માં મૂડી ખર્ચ માટે 1,07,100 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.