નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્ર 2022નો (Union Budget 2022 ) આજે બીજો દિવસ (Budget Session 2022) છે. કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં (Budget Session 202) નાણાકીય વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ (Nirmala Sitharaman presents Budget 2022) કર્યું હતું. બજેટમાં (Union Budget 2022 ) સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર (Union Budget MSME Sector) માટે નાણા મંત્રાલયે મોટી જાહેરાત કરી છે.
કેન્દ્રીય બજેટ 2022: MSME માટે મોટી જાહેરાત
રેલવે નાના ખેડૂતો અને નાના તેમ જ મધ્યમ ઉદ્યમો માટે નવી પ્રોડક્ટ અને કુશળ લોજિસ્ટિક સર્વિસ તૈયાર કરશે. ઉદ્યમ, ઈ-શ્રમ, એનસીએસ અને અસીમ પોર્ટલ જેવા MSMEને પરસ્પર (Union Budget MSME Sector) જોડવામાં આવશે. તેમનો વિસ્તાર વધારવામાં આવશે. તે હવેથી જી-સી, બી-સી અને બી-બી સેવાઓ આપનારા લાઈવ ઓર્ગેનિક ડેટાબેઝ વાળા પોર્ટલમાં જોવા મળશે.
આ પણ વાંચો- માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો આર્થિક સરવે
આ પહેલા સોમવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક સરવે 2021-22 લોકસભાના ટેબલ પર મૂક્યો હતો. આર્થિક સર્વેક્ષણે નાણાકીય વર્ષ 2021-22માં વાસ્તવિક ગાળામાં 9.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 8-8.5 ટકાના દરે વધવાનો અંદાજ છે. એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન વાર્ષિક ધોરણે મૂડી ખર્ચમાં 13.5 ટકાનો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2021 સુધીમાં વિદેશી મુદ્રા ભંડાર 633.6 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે.
2021ના સામાન્ય બજેટમાં MSME સેક્ટર
આ પહેલા ફેબ્રુઆરી 2021ના સામાન્ય બજેટમાં MSME સેક્ટર પર ખૂબ જ ઉદારતા બતાવવામાં આવી હતી. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો (MSME)ને (Union Budget MSME Sector) પ્રોત્સાહન આપવા માટે 15,700 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. બજેટ સત્ર 2020-21ની (Union Budget 2022 ) સરખામણીએ આ ધન રાશિ બમણી છે.
બજેટ 2020માં MSME સેક્ટરને શું મળ્યું હતું
વર્ષ 2020-21ના બજેટમાં (Budget Session 2022) MSME સેક્ટરને 7,571 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એઆઈ (AI) અને મશીન લર્નિંગ (Machine Learning)ને વિકસિત કરવા પર ભાર આપ્યો હતો.
MSME સેક્ટરને વર્ષ 2020ના બજેટમાં શું મળ્યું હતું
વર્ષ 2020ના બજેટમાં (Union Budget 2022 નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત (Nirmala Sitharaman presents Budget 2022) કરી હતી કે, ઈન્ડસ્ટ્રી અને કોમર્સના વિસ્તાર માટે 27,300 કરોડ રૂપિયા આપવામાં આવશે. આમાં MSME સેક્ટરને (Union Budget MSME Sector) ઘણો ફાયદો મળ્યો હતો. તો આ તરફ આ સેક્ટરમાં પેમેન્ટ સુધાર માટે એપ બેઈઝ્ડ ઈનવોઈસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ એક નિર્વિક (એક્સપોર્ટ ક્રેડિટ ડેવલપમેન્ટ સ્કીમ) યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત રોકાણકારોને લોન આપવાની વાત કહી હતી. આ યોજનામાં 90 ટકા સુધી વીમો આપવામાં આવ્યો હતો.